કાશ્મીર ફરવા માટે IRCTC લાવ્યું જોરદાર ટૂર પેકેજ, જાણો તમામ ડિટેઈલ્સ
Image Source: Wikipedia
શ્રીનગર, તા. 27 માર્ચ 2024 બુધવાર
જમ્મુ-કાશ્મીર એક ખૂબ જ સુંદર શહેર છે, જેને જોવા માટે લોકો દૂર-દૂરથી આવે છે. આ સ્થળને ધરતીનું સ્વર્ગ કહેવામાં આવે છે. સફેદ પહાડોથી ઘેરાયેલા આ શહેરમાં તમને ખૂબ સુંદર નજારા જોવા મળી જશે. જો તમે પણ આ સ્થળે ફરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો આઈઆરસીટીસી એક શ્રેષ્ઠ ટૂર પેકેજ લઈને આવ્યુ છે. આ પેકેજમાં તમને ખૂબ સુંદર સ્થળ ફરવા મળશે.
પેકેજની ડિટેઈલ્સ
પેકેજનું નામ- જન્નત-એ-કાશ્મીર એક્સ લખનૌ
સ્થળ- ગુલમર્ગ, પહલગામ, શ્રીનગર, સોનમર્ગ
યાત્રા- ફ્લાઈટ
સ્ટેશન- લખનૌ
સમયગાળો- 06 રાત અને 06 દિવસ
ટૂર ડેટ- પ્રથમ પ્રસ્થાન - 29.03.2024થી 03.04.2024
બીજુ પ્રસ્થાન- 14.04.2024થી 19.04.2024
ત્રીજુ પ્રસ્થાન- 18.04.2024થી 23.04.2024
ચોથુ પ્રસ્થાન- 24.04.2024થી 29.04.2024
મીલ પ્લાન- એમએપીએઆઈ
પેકેજમાં સામેલ છે
- ઈન્ડિગો એરલાઈન્સથી હવાઈ ભાડું (લખનૌ-શ્રીનગર-લખનૌ)
- નોન એસી વાહનથી એક્સફ્લોરિંગ
- શ્રીનગર અને પહલગામમાં રોકાવા માટે રૂમ
- હાઉસ બોટમાં એક રાત રોકાણ
- 05 નાસ્તો, અને 05 ડિનર
- ટ્રાવેલ ઈન્શ્યોરન્સ
પેકેજની કિંમત
આ પેકેજમાં અલગ-અલગ સ્થળો પર ફરાવવામાં આવશે. જેની કિંમત અલગ-અલગ નક્કી કરવામાં આવી છે. જેમાં સિંગલ શેરિંગના 53750, ટ્વિન શેરિંગના 48300, ટ્રિપલ શેરિંગ 36900 રૂપિયા આપવા પડશે. 5 થી 11 વર્ષના બાળકો માટે બેડ 36900 અને બેડ વિનાના 33800 રૂપિયા ચાર્જ છે. 2થી 4 વર્ષની ઉંમરના બાળકો માટે બેડ વિનાની કિંમત 27500 છે.