International Women's Day 2021: આ છે ભારતની સૌથી પાવરફુલ મહિલાઓ..!
નવી દિલ્હી, તા. 08 માર્ચ 2021, સોમવાર
દર વર્ષે 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ મનાવવામાં આવે છે, જેથી મહિલાઓનું સન્માન કરવામાં આવે, મહિલાઓને તેમનો હક અપાવી શકાય. મહિલાઓને જણાવી શકીએ છીએ કે તેમને પણ આ સમાજમાં બરાબરીનો હક મળી શકે છે. વાત જ્યારે હકની આવે છે ત્યારે મહિલાઓ પોતાના હકની લડાઇઓ તો સદીઓથી લડતા આવી રહ્યા છે. તો જાણો ભારતની સૌથી પાવરફુલ મહિલાઓ વિશે જેમણે ઇતિહાસને સંપૂર્ણ પણે બદલી દીધો છે. તો જાણો તેના વિશે...
ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ
ઝાંસીની રાણી લક્ષ્મીબાઇનો જન્મ 19 નવેમ્બર 1935એ વારાણસીમાં થયો હતો. તેનું વાસ્તવિક નામ મણિકાર્ણિકા હતું.. તેમણે અંગ્રજોને વિરુદ્ધ એવો સંગ્રામ છેડ્યો હતો કે અંગ્રેજ પણ તેમની વીરતા જોઇને હેરાન રહી ગયા હતા. તેમણે છેલ્લા શ્વાસ સુધી અંગ્રેજો વિરુદ્ધ પોતાની લડાઇ ચાલુ રાખી હતી. દેશને ગુલામીની જંજીરોથી આઝાદ કરાવવા માટે તેમણે અંગ્રેજોના નાકમાં દમ કરી દીધો હતો. માત્ર 23 વર્ષની ઉંમરમાં જ લક્ષ્મીબાઇએ પોતાના પ્રાણોની આહુતિ આપી દીધી અને આજે પણ તેમના આ બલિદાન માટે આખો દેશ તેમને યાદ કરે છે.
સરોજિની નાયડૂ
13 ફેબ્રુઆરી 1879એ હૈદરાબાદમાં જન્મી સરોજિની નાયડૂ એક કવિયત્રી હતા અને બંગલામાં લખતા હતાં. માત્ર 14 વર્ષની ઉંમરમાં જ તેમણે તમામ અંગ્રેજી કવિઓની રચનાઓનો અભ્યાસ કરી લીધો હતો. ભારતીય સમાજમાં ફેલાયેલ કુરિવાજો માટે તેમણે ભારતીય મહિલાઓને જાગૃત કર્યા હતા. જલિયાંવાલા બાગ હત્યાકાંડથી ક્રોધિત થઇને તેમણે વર્ષ 1908માં મળેલ 'કૈસર-એ-હિન્દ'નું સન્માન પરત આપી દીધું હતું. તેઓ ઉત્તર પ્રદેશની પ્રથમ મહિલા રાજ્યપાલ પણ બન્યા હતા.
ઈન્દિરા ગાંધી
ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીનો જન્મ 19 નવેમ્બર 1917ના એક પ્રતિષ્ઠિત પરિવારમાં થયો હતો અને તેઓ બાળપણથી જ સ્વતંત્રતા સંગ્રામમાં સક્રિય રહ્યા. ત્યારે બાળપણમાં ઈન્દિરા ગાંધીએ 'બાલ ચરખા સંઘ' ની સ્થાપના કરી અને અસહયોગ આંદોલન દરમિયાન કૉંગ્રેસ પાર્ટીની મદદ માટે વર્ષ 1930માં બાળકોના સહયોગથી 'વાનર સેના'નું નિર્માણ કર્યુ હતુ. સપ્ટેમ્બર 1942માં તેમને જેલમાં કેદ કરી દેવામાં આવ્યા. વર્ષ 1947માં તેમણે મહાત્મા ગાંધીના માર્ગદર્શનમાં દિલ્હીના દંગા પ્રભાવિત વિસ્તારમાં કામ કર્યુ. તેઓ ઑગષ્ટ 1964 થી લઇને ફેબ્રુઆરી 1967 સુધી રાજ્ય સભા અને ત્યારબાદ ચોથા, પાંચમાં અને છઠ્ઠા સત્રમાં લોકસભાના સભ્ય રહ્યા હતા. ત્યાબાદ તેઓ સતત આગળ વધતા ગયા.
કલ્પના ચાવલા
આજે પણ દેશ કલ્પના ચાવલા પર ગર્વ કરે છે. ઘરની ચાર દીવાલથી બહાર નિકળીને કલ્પનાએ ચાંદ સુધીની મુસાફરી નક્કી કરી હતી. કલ્પના ચાવલા અંતરિક્ષ યાત્રા પર જનાર બીજી ભારતીય મહિલા હતી. માત્ર 35 વર્ષની ઉંમરમાં તેમણે પૃથ્વીની 252 પરિક્રમાઓ કરીને દેશ જ નહીં પરંતુ વિશ્વને પણ ચોંકાવી દીધું હતું. તેમણે છ અંતરિક્ષ યાત્રીઓ સાથે સ્પેશ શટલ કોલંબિયા STS-87થી ઉડાણ ભરી. પોતાના પ્રથમ મિશન દરમિયાન કલ્પનાએ 1.04 કરોડ માઇલ દૂર અંતર કાપતા લગભગ 372 કલાક અંતરિક્ષમાં વિતાવ્યા હતા. જ્યારે 1 ફેબ્રુઆરી 2003એ તેઓ ધરતી પર આવી રહ્યા હતા પરંતુ ત્યારે જાણવા મળ્યું કે તે યાનનો સંપર્ક તૂટી ગયો છે ત્યારબાદ કલ્પના ચાવલાની મોતની ખબર જ સામે આવી.
મધર ટેરેસા
એક એવી મહિલા જેમણે હંમેશા શાંતિનો પ્રચાર કર્યો. કોલકતામાં રહીને એક આશ્રમમાં તેમણે આશ્રય વગરના લોકોની મદદ કરી, તેમની દેખભાળ કરી. એકવાર જ્યારે એક પત્રકારે તેમને પૂછ્યું હતું કે તમારો ભારતને લઇને શું અભિપ્રાય છે? ત્યારે મધર ટેરેસાએ કહ્યું કે હું તમામ ધર્મના લોકોને પ્રેમ કરું છું. મધર ટેરેસાને ભારતનું સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો.. તેમણે કોઇ પણ ઇચ્છા ભાવ વગર હંમેશા લોકોની સેવા કરી અને તેમના દુખોને હંમેશા જ પોતાનું દુખ માન્યું છે.