સ્વિટ્ઝર્લેન્ડથી પણ સુંદર ભારતના આ 10 સ્થળ, પાર્ટનર સાથે જશો તો પાછા ફરવાનું મન નહીં થાય
Image Twitter |
Honeymoon Destination: લગ્ન બાદ હનીમૂન પર જવાનો ટ્રેન્ડ ઘણા સમયથી લોકપ્રિય છે. ઘણા એવા લોકો છે કે જેઓ લગ્નના 6-8 મહિના પહેલા તેમના હનીમૂનનો પ્લાનિંગ કરતાં હોય છે. કેટલાક લોકો વિદેશનો મોહ રાખતાં હોય છે. પરંતુ જો તમે સસ્તામાં સારી જગ્યાએ હનીમૂન મનાવવા માંગતા હોવ તો ભારતના આ 10 સ્થળો સ્વિટ્ઝર્લેન્ડથી ઓછા નથી. અહીં તમને ખાવા-પીવાની તમામ સુવિધાઓ મળશે. આવો આજે તમને આ 10 પ્રવાસન સ્થળો વિશે વાત કરીએ.
1. કાશ્મીર
તમે કાશ્મીરમાં શ્રીનગર, ગુલમર્ગ, સોનમર્ગની યાત્રા કરી શકો છો. આ તમામ જગ્યાઓ ખૂબ જ સુંદર છે. તમે શ્રીનગરમાં ડાલ સરોવરની મુલાકાત લઈ શકો છો.
2. લક્ષદ્વીપ
લક્ષદ્વીપ ભારતનો એક ખૂબ જ સુંદર કેન્દ્રશાસિત પ્રદેશ છે. તે ભારતીય મુખ્ય ભૂમિથી લગભગ 300 કિમી દૂર અબર સાગરમાં આવેલો છે. લક્ષદ્વીપ, ભારતનો સૌથી નાનો કેન્દ્રશાસિત પ્રદેશ હોવાની સાથે સાથે એક આકર્ષક પ્રવાસન સ્થળ પણ છે. જેને દેશ-વિદેશના લોકો જોવા માટે અહીં આવે છે. હનીમૂન માટે આ એક પરફેક્ટ ડેસ્ટિનેશન છે.
3. હિમાચલ પ્રદેશ
હિમાચલ પ્રદેશ તમારા માટે બેસ્ટ જગ્યા છે. અહીંની જગ્યાઓ ખૂબ જ સુંદર છે. પરંતુ, જો તમે ભીડથી દૂર જઈને કંઈક નવું શોધવા માંગતા હો, તો તમે સ્પીતિ વેલી જઈ શકો છો. આ એક સુંદર જગ્યા છે.
4. આંદામાન
હનીમૂન હોય કે પાર્ટનર સાથે હેંગઆઉટ, આંદામાન ટોપ લિસ્ટમાં આવે છે. અહીં સૌથી રોમેન્ટિક અને સુંદર બીચ ડેસ્ટિનેશન છે. એશિયાના શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દરિયા કિનારામાંથી એક માનવામાં આવે છે. આંદામાનનો દરિયા કિનારો તમારુ મન પ્રફ્ફુલિત કરી દેશે. અહીંની ખૂબસુરતી તમને અને તમારા પાર્ટનરને આનંદ કરાવશે. અહીં તમે તમારા પાર્ટનર સાથે બીચ પર કેન્ડલ લાઈટ ડિનર પણ લઈ શકો છો, આ સાથે તમે સૂર્યાસ્તનો આનંદ લઈ શકો છો.
5. ગોવા
ગોવા તેના સુંદર દરિયા કિનારા, અદ્ભુત વાતાવરણ તેમજ આકર્ષક નાઈટલાઈફ માટે જાણીતું છે. ગોવામાં એવા કેટલાય સુંદર અને અદભૂત બીચ પર્યટકોને આકર્ષે છે, જેમ કે કેલાંગુટ બીચ, બાગા બીચ, અંજુના બીચ, બગાતર બીચ, પાલોલેમ બીચ, સિંકરીયન બીચ અને મીરામાર બીચ. આ તમામ બીચ પર તમે શાનદાર વૉકનો આનંદ પણ માણી શકો છો.
6. કેરળ
કેરળ દેશનું એક એવું રાજ્ય છે જ્યાં દરેક ભારતીયે ઓછામાં ઓછી એક વાર મુલાકાત લેવી જોઈએ. અહીં તમે ફેમિલી સાથે પ્લાન બનાવી શકો છો.
7. જેસલમેર ,રાજસ્થાન
આમ તો શિયાળાની ઋતુમાં રાજસ્થાનમાં ફરવાની મજા જ કાઈ અલગ હોય છે. શિયાળામાં અહીં તમને બહુ જ મજા આવશે. જ્યારે ડિસેમ્બરમાં હનીમૂનની વાત આવે છે, ત્યારે જેસલમેર કપલ્સ માટે ખૂબ જ હોટ ડેસ્ટિનેશન છે. અહીંના રણમાં તમારા પાર્ટનર સાથે ફરવું એક એ અનોખી મજા રહેશે. અહીં તમે કેમ્પિંગનો સારામાં સારો અનુભવ લઈ શકો છો. જો તમારે લગ્નનો ખર્ચ વધારે થયો હોય તો તમે આ પ્રવાસ તમારા બજેટમાં કરી શકો છો.
8. વાયનાડ
તમે હનીમૂન માટે કેરળના વાયનાડમાં પણ જઈ શકો છો. કેરળ તેની પ્રાકૃતિક સુંદરતા માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. તેને હનીમૂન, બેબીમૂન, પ્રી-વેડિંગ ડેસ્ટિનેશન પણ કહેવામાં આવે છે. આ સુંદર પ્રવાસન સ્થળ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે.
9 દાર્જિલિંગ
દાર્જિલિંગને હીલ્સની રાણી તરીકે ઓળખવામાં આવે છે. આ હિલ સ્ટેશનની ખાસ વાત એ છે કે અહીં દૂર દૂર સુધી ચાના બગીચા છે. દાર્જિલિંગ મસાલા માટે પણ જાણીતું છે. અહીં તમને સુંદર પહાડો, ધોધ, ઝરણા વગેરે જોવા મળશે.
10. હમ્પી
હમ્પી એક પ્રવાસન તરીકે ખૂબ જ જાણીતુ સ્થળ કહેવામાં આવે છે. હમ્પી પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. હમ્પીમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. તમે તમારા પાર્ટનર સાથે હનીમૂન મનાવવા હમ્પી જઈ શકો છો. હમ્પીનું વાતાવરણ ખૂબ જ ખુશનુમા આનંદદાયક છે.