Parenting Tips: આ સરળ રીતોનો ઉપયોગ કરીને બાળકોમાં બાળપણથી જ વધારો નોલેજ
Image Source: Freepik
અમદાવાદ, તા. 23 નવેમ્બર 2023 ગુરૂવાર
બાળપણમાં જ બાળકો કંઈકને કંઈક નવુ શીખતા રહે છે. દરેક ઉંમરના પડાવ સાથે તેમના જીવનમાં નવો સમય આવે છે અને નવી વસ્તુઓને શીખવાની હોડ તેમનામાં વધતી જાય છે. સ્કુલમાં એક્ટિવ રહેવાથી બાળકોને આગળ વધવાની તક ખૂબ જલ્દી મળે છે. આજકાલના સ્પર્ધાત્મક સમયમાં તેમની પર દરેક પ્રકારનું પ્રેશર રહે છે.
દરમિયાન માતા-પિતા માટે પણ બાળકોના જનરલ નોલેજને વધારવાનું એક પડકારપૂર્ણ કામ રહે છે. બાળકોમાં જાણકારીની અછત તેમને ઘણા પ્રકારે પાછળ કરી દે છે. દરમિયાન જરૂરી છે કે માતા-પિતા બાળકોની નોલેજ સ્કિલ્સ પર બાળપણથી જ ધ્યાન આપે.
વાંચનની ટેવ જરૂરી છે
બાળકોને બાળપણથી જ મેગેઝીન, ન્યૂઝ પેપર, જનરલ નોલેજના પુસ્તક અને નવા પુસ્તકો વાંચવાની આદત પાડવી ખૂબ જરૂરી છે. અન્ય નવી સામગ્રી વાંચવી બાળકોની વચ્ચે સામાન્ય જ્ઞાન વધારવાની વધુ એક શ્રેષ્ઠ રીત છે.
બાળકોને હેલ્ધી ડિસ્કશનમાં સામેલ કરો
બાળકોને ઘરમાં કોઈ પણ હેલ્ધી ડિસ્કશનનો ભાગ બનાવો અને તેમના વિચાર જાણવાનો પ્રયત્ન કરો. જ્યારે આખી ફેમિલી સાથે બેસી હોય ત્યારે કોઈ પણ ચર્ચામાં બાળકોનો દ્રષ્ટિકોણ જાણવો અને તેમની વાત સાંભળવાથી બાળકોમાં પોઝિટિવિટી આવશે અને તેમનો આત્મવિશ્વાસ વધશે.
ક્વિઝ શો જોવો અને તેમાં ભાગ લેવો
આજકાલના બાળકોને પેરેન્ટ્સ સરળતાથી મોબાઈલ હાથમાં આપી દેતા હોય છે પરંતુ તમે આ સમયનો ઉપયોગ વધુ સારી રીતે કરી શકો છો. બાળકોની સાથે ટીવી અને ઈન્ટરનેટ પર ક્વિઝ શો જુઓ. તેનાથી તેમનુ નોલેજ વધશે. સાથે જ તમે બાળકોને નોલેજ બેઝ્ડ ચેનલ જોવા માટે કહો, જેનાથી તેમની પસંદ તે તરફ આપમેળે વધવા લાગશે.
નોલેજ બેઝ્ડ ગેમ રમો
આજકાલ ઈન્ટરનેટ પર ઘણી નોલેજ બેઝ્ડ ગેમ્સ પણ હાજર છે. તમે મોબાઈલ કે ટેબ પર બાળકોને તે પ્રકારની ગેમ રમવાનું કહો કે પછી તમે પણ તેમાં સામેલ થાવ.