Skin Care Tips: શિયાળામાં ત્વચાને ચમકદાર રાખવા માટે ડાયટમાં સામેલ કરો આ ફૂડ
Image Source: Freepik
અમદાવાદ, તા. 30 નવેમ્બર 2023 ગુરૂવાર
આપણી સ્કિનનું અંદરથી હેલ્ધી રહેવુ ખૂબ જરૂરી હોય છે. આપણી સ્કિન પ્રદૂષણ, થાક, સ્ટ્રેસના કારણે ખૂબ સહન કરે છે. સાથે જ આપણી ખાણી-પીણી આમાં મહત્વની ભૂમિકા નિભાવે છે. સ્કિનમાં ગ્લો ન હોવાના કારણે આપણે ઘણા પ્રકારના મેકઅપ પ્રોડક્ટ પર ખૂબ વધુ રૂપિયા બરબાદ કરીએ છીએ, જેની અસર અમુક જ સમય સુધી રહે છે. આ માટે પોતાની ડાયટમાં સંતુલિત આહારનું સેવન કરવુ ખૂબ જરૂરી છે.
ટામેટા
ટામેટાનો ઉપયોગ દરેક ઘરમાં કરવામાં આવે છે. ટામેટા આપણા આરોગ્યને ઘણી રીતે લાભ આપવાની સાથે-સાથે સ્કિન માટે પણ જાદુની જેમ કામ કરે છે. આમાં હાજર વિટામિન સી નું પ્રમાણ સ્કિનને ગ્લોઇંગ બનાવે છે. દરમિયાન હેલ્ધી અને ચમકદાર સ્કિન જોઈએ તો તમે ટામેટાને પોતાની ડાયટમાં સામેલ કરી શકો છો.
નારિયેળ પાણી
એ વાત તો આપણે સૌ જાણીએ છીએ કે પાણીના વધુથી વધુ સેવનથી આપણી સ્કિન નેચરલ રીતે હેલ્ધી રહે છે પરંતુ માત્ર પાણી જ નહીં કોઈ પણ હેલ્ધી ડ્રિન્ક આપણી સ્કિન પર સારો પ્રભાવ જ નાખે છે. નારિયેળ પાણી તેમાંથી એક છે, જેની ગણતરી સ્કિન માટે હેલ્ધી ડ્રિન્કમાં કરવામાં આવે છે, દરરોજ એક નારિયેળ પાણીનું સેવન આપણી સ્કિનને મોઈશ્ચરાઈઝ અને નરિશમેન્ટ આપે છે. સાથે જ સ્કિન અંદરથી હાઈડ્રેટ રહે છે.
ગાજર
હેલ્ધી સ્કિન માટે ગાજરનું સેવન પણ ખૂબ લાભદાયી છે. આ ઘણા વિટામિન અને મિનરલ્સથી ભરપૂર છે, જે આપણને ઘણી રીતે ત્વચા સાથે જોડાયેલી સમસ્યાઓથી છુટકારો અપાવવામાં મદદ કરે છે. બેદાગ અને નિખરી ત્વચા મેળવવા માટે તમે ગાજરનો જ્યૂસ અને સલાડ તરીકે તેને નિયમિત ખાઈ શકો છો.