સવારે ઊઠતાં જ બોડી ડિટોક્સ કરવી હોય તો ચિયા સિડ્સથી તૈયાર કરો ડિટોક્સ ડ્રિંક્સ
Image: Freepik
Detox Drinks: રાતના સમયે જલ્દી સૂવું અને સવારે જલ્દી ઉઠવું એક સારી ટેવ છે. સવારે-સવારે દિવસની શરૂઆત જો સારી રીતે થઈ જાય તો આખો દિવસ શ્રેષ્ઠ રીતે પસાર થાય છે. ઘણા લોકો ફિટ રહેવા અને બોડીને ડિટોક્સ કરવા માટે યોગ કે પછી કોઈ અન્ય પ્રકારની એક્સરસાઈઝ પણ કરે છે. આ બોડી માટે ખૂબ શ્રેષ્ઠ હોય છે.
લીંબુ અને ચિયા સીડ્સ ડિટોક્સ ડ્રિન્ક
લીંબુ અને ચિયા સીડ્સનું ડિટોક્સ ડ્રિન્ક બોડી માટે ખૂબ શ્રેષ્ઠ હોય છે. આ પાચનને સારું કરવાની સાથે-સાથે શરીરમાં હાજર ટોક્સિનને બહાર કાઢવામાં પણ મદદ કરે છે. તેના સેવનથી વજન પણ ઝડપથી ઓછું થાય છે.
આ પણ વાંચો: Benifits of Munakka : સુપરફૂડ ગણાય છે કિશમિશ, જાણો તેના પાંચ ચમત્કારી ફાયદા
ડિટોક્સ ડ્રિન્ક કેવી રીતે બનાવવું?
ચિયા સીડ્સ અને લીંબુના આ ડ્રિન્કને બનાવવા માટે તમે સૌથી પહેલા એક ગ્લાસ પાણીમાં ચિયા સીડ્સને લગભગ 15 મિનિટ સુધી પલાળી દો. થોડા સમય બાદ જોશો કે આ જેલ જેવું થઈ ગયું છે. હવે તમે આમાં લીબુંનો રસ અને મધ નાખીને એક ચમચીની મદદથી યોગ્ય રીતે મિક્સ કરો. તમે આ સુપર ડ્રિન્કનેસવારે ખાલી પેટ લઈ શકો છો.
ડિટૉક્સ ડ્રિન્ક પીવાનો શું છે ફાયદો?
ડિટૉક્સ ડ્રિન્ક પીવાથી પેટની સફાઈ થાય છે, જેનાથી પાચન શ્રેષ્ઠ રહે છે. તેના સેવનથી મેટાબોલિઝ્મ ઝડપી થાય છે, જેનાથી વજન ઓછો થાય છે. તેના સેવનથી શરીરમાંથી ટોક્સિન સરળતાથી નીકળી જાય છે. તેના સેવનથી લિવર અને કિડની પણ હેલ્ધી રહે છે અને ઈમ્યુનિટી બૂસ્ટ થાય છે.