નવરાત્રીના નવ દિવસના ઉપવાસ દરમિયાન તમને ભૂખ લાગે તો આવી રીતે કરો કંટ્રોલ

ભારતીય સંસ્કૃતિમાં નવરાત્રિનું વિશેષ મહત્વનું સ્થાન રહેલું છે.

આ પર્વ શક્તિની ઉપાસના અને આત્મશુદ્ઘિનું પ્રતીક છે

Updated: Oct 15th, 2023


Google NewsGoogle News
નવરાત્રીના નવ દિવસના ઉપવાસ દરમિયાન તમને ભૂખ લાગે તો આવી રીતે કરો કંટ્રોલ 1 - image
Image Freepic

તા. 15 ઓક્ટોબર 2023, રવિવાર 

Fasting for nine days of Navratri : ભારતીય સંસ્કૃતિમાં નવરાત્રિનું વિશેષ મહત્વનું સ્થાન રહેલું છે. આ પર્વ શક્તિની ઉપાસના અને આત્મશુદ્ઘિનું પ્રતીક છે. નવ દિવસ ચાલનારા આ પર્વ દરમ્યાન દેવીની વિશેષ પુજા કરવામાં આવતી હોય છે. નવરાત્રિ (Navratri) દરમ્યાન અનેક લોકો વ્રત રાખતા હોય છે તો કેટલાક અનુષ્ઠાન કરતા હોય છે. નવ દિવસના આ પર્વમાં વ્રત દરમ્યાન ખાવા-પીવા સખત નિયંત્રણ રાખવામાં આવતું હોય છે. તેમજ વ્રતમાં ઓછુ ખાવાથી ભૂખ લાગતી હોય છે અને તેમા પણ ભૂખને કન્ટ્રોલ રાખવુ મુશ્કેલ બની રહે છે. આવો આજે તમને આ નવ દિવસના ઉપવાસમાં ખાવા -પીવા બાબતે ભૂખને કન્ટ્રોલ કરી શકાય તે માટે ટિપ્સ આપીએ.

આ દિવસોમાં પાણી વધારે પ્રમાણમાં પીવો..

નવરાત્રિના વ્રત દરમ્યાન ભૂખને કન્ટ્રોલમાં રાખવા માટે પુરતા પ્રમાણમાં પાણી પીવાનું રાખો. પાણી પીવાથી પેટ ભરેલુ રાખશે અને ભૂખ ઓછી લાગશે. તે શરીરને હાઇડ્રેટેડ રાખે છે અને ડિહાઇડ્રેશનને અટકાવે છે જે ભૂખ વધારી શકે છે. આ ઉપરાંત લીંબુ પાણી પીવુ જોઈએ જેનાથી ભૂખ નિયંત્રણમાં રહેશે. 

ફાઈબરવાળા ફળોનો આહાર કરો 

નવરાત્રિના ઉપવાસ દરમિયાન ભૂખને કાબૂમાં રાખવા માટે ફાઈબરયુક્ત ફળોનું સેવન કરવાથી ફાયદો થશે. ફળોમાં રહેલા ફાઇબર્સ પાચનતંત્રને મજબુત કરવામાં મદદ કરે છે. ફળોના સેવનથી પેટ ભરેલું લાગે છે અને ભૂખ ઓછી લાગશે.

પ્રોસેસ્ડ ફૂડ ન ખાવાનું ટાળો

વ્રત દરમ્યાન બજારમાં મળતા પ્રોસેસ્ડ ફૂડ ખાવાનું ટાળવું જોઈએ. વધારે પડતી ખાંડ, સેંધા મીઠું અને અનહેલ્દી અને ચરબીવાળી પદાર્થો ખાવાનું ટાળવું જોઈએ. આવો ખોરાક ખાવાથી બ્લડ સુગર લેવલ અચાનક વધી જવાની શક્યતા રહેલી છે. જેનાથી ભૂખ વધારે લાગે છે અને ઓવરઈટિંગ થવાનું જોખમ વધી જાય છે. 

લાંબા સમય સુધી ભૂખ્યા ન રહો

નવરાત્રિના કે અન્ય વ્રતમાં લાંબા સમય સુધી ભૂખ્યા ન રહેવુ જોઈએ. તેનાથી શરીરમાં નબળાઈ, થાક, માથાનો દુખાવો જેવી સમસ્યાઓ થવાની શક્યતા રહેલી છે. આ સિવાય લાંબા સમય સુધી ભૂખ્યા રહેવાથી ભૂખ રહેતી નથી અને ત્યાર બાદ ખાવાથી ભૂખ રહેતી નથી પરિણામે પેટમાં ગેસ થઈ જાય છે. તેથી ઉપવાસ દરમિયાન નિયમિત રીતે થોડુ થોડુ ખાતા રહેવુ જોઈએ. જેથી શરીરમાં શક્તિ રહે અને ઊર્જા જળવાઈ રહે. 

નવરાત્રીના નવ દિવસના ઉપવાસ દરમિયાન તમને ભૂખ લાગે તો આવી રીતે કરો કંટ્રોલ 2 - image


Google NewsGoogle News