સવારે 8 વાગ્યા પહેલા નાસ્તો કરશો તો હૃદય પર થશે આવી અસર, જાણો શું કહે છે રિસર્ચ
Image Source: Freepik
અમદાવાદ, તા. 17 જાન્યુઆરી 2024 બુધવાર
ઘણા રિસર્ચમાં એ વાત સાબિત થઈ ચૂકી છે કે આપણે કયા સમયે બ્રેકફાસ્ટ કે ભોજન કરીએ છીએ તેની સીધી અસર આપણા હૃદયના આરોગ્ય પર પડે છે. માત્ર એટલુ જ નહીં આપણી સ્લીપિંગ સાઈકલને પણ આપણા ભોજનનો સમય અસર કરે છે. જો તમે તે લોકોમાંથી એક છો જે સવારે અને રાત્રે 8 વાગ્યા પહેલા નાસ્તો અને રાતનું ભોજન કરી લે છો તો તમારા માટે સારા સમાચાર છે. જે લોકો આવુ કરતા નથી. તેમના માટે કોઈ ચિંતાની વાત નથી પરંતુ જો તમે આવુ કરતા નથી તો તેની સીધી અસર તમારી હેલ્થ પર પડે છે.
શું કહે છે રિસર્ચ
રિસર્ચ અનુસાર સવારે 9 વાગ્યા બાદ પોતાનું પ્રથમ મીલ લેનારમાં હૃદયનું જોખમ વધવા લાગે છે. દર કલાકનું મોડુ થવાથી 6 ટકા હૃદયની બીમારીનું જોખમ વધે છે. આ ખાસ રિસર્ચમાં વર્ષ 2009થી 2022ના ડેટાને સામેલ કરવામાં આવ્યો છે. જેમાં 100,000થી વધુ વ્યક્તિઓના સેમ્પલ સામેલ કરવામાં આવ્યા છે. રિસર્ચમાં એ પણ સામે આવ્યુ છે કે જે લોકો રાત્રે મોડા ભોજન કરે છે કે સવારે મોડા બ્રેકફાસ્ટ કરી રહ્યા હતા તેમાં હૃદયની બીમારીનું જોખમ વધી જાય છે. રાત્રે લાંબા સમય સુધી ઉપવાસ કરવાથી સ્ટ્રોક જેવી સેરેબ્રોવેસ્ક્યુલર બીમારીઓનું જોખમ ઘટી જાય છે.
રાતનું ભોજન અને સવારના નાસ્તા વચ્ચે ગેપ હોવો જોઈએ
રાતના 9 વાગ્યા બાદ ભોજન ખાવાથી ખાસ કરીને મહિલાઓમાં રાત્રે 8 વાગ્યા પહેલા ભોજનની તુલનામાં સેરેબ્રોવેસ્ક્યુલર બીમારી ખાસ કરીને સ્ટ્રોકના જોખમમાં 28 ટકાનો વધારો જોવામાં આવ્યો છે. ભોજનનો સમય હૃદયની બીમારીને ઘટાડવામાં મહત્વની ભૂમિકા નિભાવી શકે છે. ઘણા રિસર્ચમાં એ પણ સામે આવ્યુ છે કે રાતનું ભોજન તમે જલ્દી કરી લો છો તો સવારના નાસ્તા અને રાતના ભોજન વચ્ચે સારો ગેપ મળી જાય છે. આ ઘણી હદ સુધી હૃદયની બીમારીનું જોખમ ઘટાડે છે. તમે કયા સમયે ભોજન કરો છો તે ઘણી હદ સુધી તમારા હૃદયને અસર કરે છે.