શું તમે પણ વાળ ખરવાની સમસ્યાથી પરેશાન છો? તો આ પાંચ બીજનું કરો સેવન, મળશે ફાયદા

Updated: Jun 27th, 2024


Google NewsGoogle News
શું તમે પણ વાળ ખરવાની સમસ્યાથી પરેશાન છો? તો આ પાંચ બીજનું કરો સેવન, મળશે ફાયદા 1 - image


Image Source: Freepik

Hair Fall solution: હાલના સમયમાં વાળ ખરવાની સમસ્યાથી દરેક લોકો પરેશાન છે. ઓછી ઉંમરમાં જ લોકો હેર ફોલનો શિકાર બની જાય છે. હેર ફોલના મહત્વના કારણોમાં પોષણનો અભાવ, ખરાબ લાઈફ સ્ટાઈલ, ધૂમ્રપાન, દારૂ, પ્રદૂષણ વગેરે સામેલ છે. જો શરીરમાં પોષણનો અભાવ હોય તો તેની અસર વાળ પર પડે છે. ખાસ કરીને આવા વાતાવરણમાં તમારે તમારા ડાયટમાં કેટલીક એવી વસ્તુઓ સામેલ કરવી જોઈએ જે તમારા વાળને સ્વસ્થ રાખે છે અને મજબૂત બનાવે છે. ચિયા, ફ્લેક્સસીડ, તરબૂચ અને તરબૂચ જેવા વિવિધ પ્રકારનાં બીજ સ્વાસ્થ્ય માટે ખૂબ સારા છે. આ બીજ શરીરની સાથે સાથે ત્વચા અને વાળને પણ સ્વસ્થ બનાવે છે. અલગ-અલગ પ્રકારના બીજ જેમ કે, ચિયા, અળસી, શક્કરટેટી અને તરબૂચ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા હોય છે. તેના બીજ શરીરની સાથે-સાથે સ્કિન અને વાળને પણ હેલ્ધી બનાવે છે. 

આ બીજ અનેક બીમારીઓ જેવી કે, હાર્ટ, બ્લડપ્રેશર અને ડાયાબિટીસમાં પણ ફાયદાકારક છે. ચાલો જાણીએ કે બીજ વાળ માટે કેવી રીતે ફાયદાકારક હોઈ શકે છે.

ચિયા સીડ્સ

ચિયા સીડ્સ હાલના સમયમાં ખૂબ જ પોપ્યુલર છે. તે કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ અને પોટેશિયમથી ભરપૂર હોય છે. એટલા માટે ચિયા સીડ્સને સુપરફૂડ કહેવામાં આવે છે. તેનાથી વાળ હેલ્ધી બને છે અને હેર ફોલમાં પણ ઘટાડો થાય છે. ચિયા સીડ્સ વજન ઘટાડવામાં ખૂબ મદદ કરે છે. તેમાં ઓમેગા-3 ફેટી એસિડ મળે છે જે હાર્ટને હેલ્ધી બનાવે છે.

અળસીના બીજ

અળસીના બીજ ખાવાથી પણ વાળમાં ચમક આવે છે. તેનાથી વાળ હેલ્ધી બને છે. અળસીના બીજ ઓમેગા-3 ફેટી એસિડથી ભરપૂર હોય છે. તેને વાળ, ત્વચા અને પાચન માટે ખૂબ સારા માનવામાં આવે છે.

તરબૂચના બીજ

તરબૂચના બીજમાં ભરપૂર માત્રામાં મેગ્નેશિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ અને કોપર હોય છે. તે વાળ માટે ખૂબ જ સારા હોય છે. આ ઉપરાંત હાર્ટ અને ડાયાબિટીસના દર્દીઓએ પણ તરબૂચના બીજ ખાવા જોઈએ.

શક્કરટેટીના બીજ

શક્કરટેટીના બીજમાં ઝીંક, પોટેશિયમ, મેંગેનીઝ, સોડિયમ, કેલ્શિયમ, આયર્ન, પ્રોટીન, ફાઈબર અને કાર્બોહાઈડ્રેટ્સ હોય છે. તેનાથી વાળ સ્વસ્થ અને મજબૂત બને છે. ઝિંકની ઉણપથી વાળ ખરવાની સમસ્યા થાય છે.

કોળાના બીજ

દિલ અને મગજ સાથે વાળ માટે પણ કોળાના બીજ ફાયદાકારક છે. તેને ખાવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે અને ડિપ્રેશન દૂર રહે છે. જેના કારણે વાળ ખરવાની સમસ્યા ઓછી થાય છે.


Google NewsGoogle News