Gardening Tips: જો તમે ગાર્ડનિંગના શોખીન છો તો શુદ્ધ હવા અને હરિયાળી માટે ઘરમાં ઉગાડો આ 5 છોડ
Image Source: Freepik
અમદાવાદ, તા. 23 નવેમ્બર 2023 ગુરૂવાર
વધતા પ્રદૂષણથી બચાવવામાં વૃક્ષ-છોડ આપણી ખૂબ મદદ કરે છે. જોકે અત્યારે વધતા શહેરીકરણના કારણે હરિયાળી ઓછી થતી જઈ રહી છે. દરમિયાન તમે પોતાના ઘરમાં બાલકની કે છત પર નાનુ ગાર્ડન બનાવી શકો છો.
બાગકામ તમામનો શોખ હોય છે, પરંતુ મોટાભાગના શહેર નિવાસી આ શોખને પૂરો કરી શકતા નથી. આજકાલ સારુ હરિયાળુ વાતાવરણ અને શુદ્ધ હવામાં ખુલ્લા શ્વાસ ખૂબ ઓછા લોકોનું નસીબ છે. વૃક્ષ-છોડથી ઘેરાયેલુ હોવુ શારીરિક સ્વાસ્થ્યની દ્રષ્ટિથી તો સારુ હોય જ છે અને સાથે જ તમારા માનસિક તણાવને પણ દૂર કરે છે.
ફ્લેટ અને એપાર્ટમેન્ટમાં આ શક્ય નથી પરંતુ જો તમારી પાસે કોઈ નાની બાલકની કે પછી એવી જગ્યા છે, જ્યાં તડકો આવે છે તો તમે આરામથી અમુક નાના છોડ તો લગાવી જ શકો છો. જેનાથી ઘરનો એક ખૂણો હરિયાણીથી ભરાઈ જાય છે અને તમને તણાવમુક્ત બનાવવામાં મદદ કરે છે.
તુલસી
તુલસી એક આયુર્વેદિક ઔષધિ છે અને ધાર્મિક ભાવનાઓથી આ છોડને લોકો પૂજે પણ છે. તેના ફાયદાની લાંબી યાદી તૈયાર કરી શકાય તેમ છે. શરદી, ખાંસી, ત્વચા રોગ, હૃદયના રોગ, કમજોર ઈમ્યૂનિટી, મોઢાની દુર્ગંધ જેવી કેટલીક શારીરિક સમસ્યાઓ માટે તુલસી એક રામબાણ ઈલાજ છે.
એલોવેરા
એલોવેરા અમુક પ્રકારે રોગોની દવા છે. ઘરમાં તેના છોડ લગાવવાથી ઘણા પ્રકારની ત્વચા સંબંધી સમસ્યાઓથી રાહત મળી શકે છે. દાઝવા પર, ખીલ માટે, સનબર્ન માટે અને ચહેરાને મોઈશ્ચરાઈઝ કરીને ચહેરાની ચમક પાછી મેળવવા માટે એલોવેરા ખૂબ ગુણકારી છે.
મીઠો લીમડો
આને આપણે કઢી પત્તા પણ કહીએ છીએ. આ આરોગ્યના હિસાબે તો ગુણકારી છે જ અને સાથે જ ભોજનમાં આનો ઉપયોગ ઘણા પ્રકારે કરવામાં આવે છે. દક્ષિણ ભારતીય વ્યંજનોનો જીવ છે કઢી પત્તા. ઈડલી, ઢોસા, સાંભાર, ચટણી વગેરે આના વિના અધૂરા છે. આજકાલ લગભગ તમામ ઘરમાં તેની જરૂર પડે છે તેથી માર્કેટમાંથી જૂના પાન લાવ્યા કરતા પોતાના ઘરમાં આરામથી તેને લગાવો અને તાજા કઢી પત્તાની મહક અને સ્વાદનો આનંદ લો. આને કૂંડામાં લગાવવુ પણ સરળ છે.
મની પ્લાન્ટ
આ છોડની ખાસિયત એ છે કે આ માટી અને પાણી બંનેમાં જ ઉગાડી શકાય છે. આ વાતાવરણને શુદ્ધ કરે છે અને સાથે જ ઘરમાં લક્ષ્મી અને સમૃદ્ધિ લઈને આવે છે. આને સરળતાથી પોતાના ઘરમાં ગમે ત્યાં લગાવી શકો છો.
ચમેલી (જાસ્મીન)
ઘરમાં જો તમે ચમેલીનો છોડ લગાવી દીધો તો તમારુ આખુ ઘર એક ભીની સુગંધથી મહેકી ઉઠશે. તેના સફેદ ફૂલ તમારી નાના બગીચાની શોભા વધારી દેશે અને ઘરમાં સકારાત્મકતા લાવશે.