શું તમે વર્કિંગ વુમન છો ? તો ઘરના કાર્યોને ઝડપથી પૂરા કરવા માટે ફોલો કરો આ છ ટિપ્સ
Image: Freepik
Working Woman Tips: જો તમે એક વર્કિંગ મહિલા છો, તો ઓફિસની સાથે-સાથે ઘરના કાર્યોને સંભાળવા ખૂબ પડકારપૂર્ણ હોય છે પરંતુ અમુક સરળ ટિપ્સ અને ટ્રિક્સની મદદથી તમે ઘરનું કાર્ય ઝડપથી અને સરળતાથી પૂરું કરી શકો છો.
કામને વહેંચો
ઘરના કામને નાના-નાના ભાગમાં વહેંચી લો. જેમ કે સ્વચ્છતા, રસોઈ કરવી, કપડા ધોવા વગેરે. દરરોજ એક કે બે કામ કરો. જેથી તમને એક સાથે બધું જ કરવાનો બોજ વેઠવો ન પડે.
સવારનો પ્લાન બનાવો
સવારે ઉઠતાં જ આખા દિવસના કાર્યનો પ્લાન બનાવી લો. તેનાથી તમને ખબર રહેશે કે કયુ કાર્ય ક્યારે કરવાનું છે. તેનાથી સમયની બચત થશે અને તમે વ્યવસ્થિત રહેશો.
મશીનોનો ઉપયોગ કરો
આજકાલ બજારમાં ઘણા પ્રકારના મશીનો ઉપલબ્ધ છે જે તમારા કામ સરળ બનાવી શકે છે. જેમ કે વોશિંગ મશીન, ડિશવોશર, વેક્યૂમ ક્લીનર વગેરે. તેનો ઉપયોગ કરવાથી સમય અને મહેનત બંનેની બચત થાય છે.
પરિવારની મદદ લો
ઘરનું કામ માત્ર તમારું કામ નથી. પરિવારના અન્ય સભ્યો પાસેથી પણ મદદ લો. બાળકોને નાના-નાના કામ સોંપે, જેમ કે રમકડાં ભેગાં કરવા, ટેબલ સેટ કરવું વગેરે. તેનાથી બાળકોમાં જવાબદારીનો ભાવ પણ આવશે અને તમારું કામ પણ સરળ થઈ જશે.
રાત્રે તૈયારી કરો
રાત્રે સૂતા પહેલા આગલા દિવસના કામની તૈયારી કરી લો. જેમ કે આગલા દિવસના કપડા તૈયાર કરી લો. લંચ બોક્સ પેક કરી લો વગેરે. તેનાથી સવારની ભાગદોડમાં ઘટાડો આવશે અને તમારો સમય વધશે.
મલ્ટીટાસ્કિંગનો અભ્યાસ કરો
અમુક કાર્યોને એક સાથે કરવાનો પ્રયત્ન કરો. જેમ કે ભોજન બનાવતી વખતે વાસણ પણ ધોઈ લો કે કપડા ધોતી વખતે સફાઈ કરી લો. તેનાથી તમે ઓછા સમયમાં વધુ કામ કરી શકશો.