બાળકો ભૂલ કરે તો મારવા નહીં પરંતુ આવી રીતે કરો સજા, માતા-પિતા જાણી લો ત્રણ રીત
Image Source: Freepik
કદાચ જ કોઈ પેરેન્ટ્સ હશે જે પોતાના બાળકોને નાની-નાની વાતો પર સજા આપવાનું પસંદ કરતા હશે પરંતુ ઘણી વખત બાળકોની ભૂલો એવી હોય છે કે તેમને તેનો અહેસાસ કરાવવો જરૂરી થઈ જાય છે. એવા સમયે માતા-પિતાએ એ વાતનું ધ્યાન રાખવુ જોઈએ કે બાળકોને તેમની ભૂલનો અનુભવ કરાવવા માટે આપવામાં આવતી સજા એવી હોવી જોઈએ જે બાળકોના કોમળ મનને ઠેસ પહોંચાડે નહીં અને તેનો સબક પણ તેને આખુ જીવન યાદ રહે. જોકે આ બધા વચ્ચે સૌથી જરૂરી બાબત બાળકોને આપવામાં આવતી સજા એવી જોઈએ જેને આપવા માટે માતા-પિતા પોતાના વર્તન માટે કલાકો સુધી પોતાને બાળકોના દોષી ન માને.
બાળકોને સજા આપવા માટે અપનાવો આ રીત
ભૂલ કરીને શીખવા દો
તમારા દ્વારા ઘણુ સમજાવ્યા બાદ પણ જો તમારુ બાળક એવી કોઈ મસ્તી કરી રહ્યુ છે જેનાથી તમને લાગે છે કે તેને ઈજા પહોંચી શકે છે તો તેને તે મસ્તી કરવા દો. જો તે તડકામાં ચપ્પલ પહેર્યા વિના બહાર જવાની જિદ કરે છે તો તેને રોકવાના બદલે બહાર જવા દો. આવુ કરવાથી તેના પગ તડકામાં બળવા લાગશે. તેને ઈજા પહોંચશે તો બીજી વખત આવુ નહીં કરે. તે જિદ કર્યા વિના સમજી જશે. આ સજા આપવાની એક નેચરલ રીત છે. જેમાં સજાની સાથે શીખ પણ છે.
બાળક સાથે જિદ ન કરવી
આ સજા ખાસ કરીને ત્યારે આપવામાં આવે છે જ્યારે તમે પોતાના બાળકોને કોઈ કામ કરવા માટે કહો છો અને તે તે કામને કરતુ નથી. ઉદાહરણ તરીકે બાળક જમવાની ના પાડે છે તો તમે તેની સાથે જમવાની જિદ ન કરો તેની સામેથી ભોજનની થાળી હટાવી દો. થોડા સમય બાદ જ્યારે બાળકને ભૂખ લાગશે તો તે પોતે તમારી પાસે ભોજન મંગાવીને જમી લેશે.
અટેન્શન ન આપો
બાળકને આ સજા ત્યારે આપવામાં આવે છે જ્યારે બાળક કોઈ પણ તોફાન માત્ર તમારુ ધ્યાન ખેંચવા માટે કરે છે. આવુ કરનાર બાળકો રડે છે, પગ પછાડે છે, ચિડીયા બની જાય છે. આ સમયે તમે પોતાના બાળકોને પોતાનું ધ્યાન આપવાના બદલે એવી કોઈ વસ્તુ આપો જે તેને વ્યસ્ત કરી દે. આવુ કરવાથી તમારા બાળકને એ સમજાઈ જશે કે આ પ્રકારનો વ્યવહાર તેને તમારુ ધ્યાન અપાવી શકશે નહીં.