વાયુ પ્રદૂષણ વચ્ચે જીવો છો? તો આવી રીતે ખુદને રાખો ફિટ એન્ડ ફાઈન

Updated: Nov 6th, 2023


Google NewsGoogle News
વાયુ પ્રદૂષણ વચ્ચે જીવો છો? તો આવી રીતે ખુદને રાખો ફિટ એન્ડ ફાઈન 1 - image


Image: freePik

નવી દિલ્હી,તા. 6 નવેમ્બર 2023, સોમવાર 

દિલ્હી સહિત અન્ય શહેરોમાં પણ વાયુ પ્રદુષણનું સ્તર નોંધપાત્ર રીતે વદી રહ્યું છે. આવી સ્થિતિમાં ઘણા લોકો આંખોની બળતરાનો સામનો તેમજ છાતીમાં દુખાવા જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યાં છે.  

વાયુ પ્રદૂષણ વધવાના કારણે લોકોનું સ્વાસ્થ્ય ઝડપથી બગડી રહ્યું છે. એટલું જ નહીં તેની અસર લોકોની જીવનશૈલી પર પણ જોવા મળી રહી છે. શરીરને સ્વસ્થ રાખવા માટે આ ઝેરી પ્રદૂષણથી સુરક્ષિત રહેવું પણ જરુરી છે. 

કેટલાંક પગલાં લઇને તમે પ્રદુષણથી પોતાને સુરક્ષિત કરી શકો છો.

માસ્ક 

તમે બહાર જાઓ ત્યારે માસ્ક પહેરો. તમારા પરિવારના સભ્યોને પણ બહાર જતી વખતે માસ્ક પહેરવાનું કહો. માર્કેટમાં સારી ગુણવત્તાના માસ્ક મળશે, જેના દ્વારા તમે આ ઝેરી પ્રદૂષણના જોખમથી ઘણી હદ સુધી તમારી જાતને બચાવી શકો છો.

પાણી પીવાનું રાખો

શરીર માટે ભોજન કરતાં પણ વધુ પાણી જરુરી છે. શરીરને સતત કામ કરવા માટે પાણી પીવુ જરુરી છે.પાણી પીવાથી શરીરમાં જમા થયેલા ઝેરી તત્વો બહાર નીકળી જશે, જેના કારણે તમે ફિટ અને ફાઈન અનુભવશો. વાયુ પ્રદૂષણથી બચવાનો એક ઉપાય છે યોગ્ય માત્રામાં પાણી પીવું જોઇએ. પાણી પીવાથી તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત રહેશે. 

એર પ્યુરિફાયરનો ઉપયોગ કરો

હવામાં પ્રદુષણને કારણે હવા ઝેરી થતી જાય છે, તો તમારે ઘરમાં સારી હવાની ગુણવત્તા જાળવવાની જરૂર છે, કારણ કે, જો હવાની ગુણવત્તા સારી હશે તો તમે ફિટ રહેશો. તમારે ઘરની હવાની ગુણવત્તા જાળવવા માટે એર પ્યુરિફાયરનો ઉપયોગ કરવો જોઈએ જેથી પરિવારના બાળકો અને વડીલોને કોઈ સમસ્યાનો સામનો કરવો પડે નહીં. 

ચાલતી વખતે સાવચેત રહો

જ્યારે તમે બહાર જાવ ત્યારે તમારી આસપાસના લોકોનું ધ્યાન રાખો. આ સિવાય બહાર જવમાં પણ થોડા થોડા દિવસનો ગેપ રાખો, જેથી વાયુ પ્રદૂષણને કારણે થતી સમસ્યાઓથી બચી શકાય.


Google NewsGoogle News