Get The App

મોટા ભાગના લોકો બાંધેલો લોટ ફ્રિઝમાં મૂકવાની યોગ્ય પદ્ધતિ નથી જાણતા, તમે આ ભૂલ ના કરતા

- આપણે બાંધેલા લોટને 3-4 દિવસ સુધી સ્ટોર કરી શકીએ છીએ

Updated: Feb 17th, 2024


Google NewsGoogle News
મોટા ભાગના લોકો બાંધેલો લોટ ફ્રિઝમાં મૂકવાની યોગ્ય પદ્ધતિ નથી જાણતા, તમે આ ભૂલ ના કરતા 1 - image


Image Source: Freepik

નવી દિલ્હી, તા. 17 ફેબ્રુઆરી 2024, શનિવાર

How To Keep Flour Dough In Fridge:  ઘણા લોકો લોટ બાંધ્યા બાદ તેને ફ્રીજમાં મૂકી દે છે. લોટને બગડતો અટકાવવા માટે ફ્રીજ શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવે છે. આપણે તેને 3-4 દિવસ સુધી સ્ટોર કરી શકીએ છીએ પરંતુ તેને ફ્રીજમાં રાખ્યા બાદ પણ કેટલીકવાર લોટ ઝડપથી ખરાબ થઈ જાય છે. આવી સ્થિતિમાં લોટને સ્ટોર કરતી વખતે કેટલીક વસ્તુઓનો ઉપયોગ કરીને તમે તેને લાંબા સમય સુધી ફ્રેશ અને નરમ રાખી શકો છો. ચાલો જાણીએ શું છે તેની ટિપ્સ...

જો કે આપણને સલાહ આપવામાં આવે છે કે ખાદ્ય પદાર્થોને લાંબા સમય સુધી ફ્રીજમાં સ્ટોર ન કરવી જોઈએ પરંતુ લોકોના વ્યસ્ત રોજિંદા જીવનમાં આ શક્ય નથી. જો વર્કિંગ ફેમિલી છે તો લોકો વધુ ખાદ્યપદાર્થો તૈયાર કરીને ફ્રીઝમાં સ્ટોર કરી રાખે છે. લોકોને વારંવાર કિચનમાં જવું પણ નથી ગમતું તેથી તેઓ એક વારમાં વધુ ખોરાક બનાવીને ફ્રીજમાં રાખી દે છે. તો આવી સ્થિતિમાં આપણે ખોરાકને ફ્રીજમાં રાખવાની આદતોમાં થોડો ફેરફાર કરીને તેને બગડતા બચાવી શકીએ છીએ.

આ રહી સરળ ટીપ્સ

- તમે લોટને જ્યારે પણ ફ્રીજમાં રાખો ત્યારે તેને એર ટાઈટ કન્ટેનરમાં બંધ કરીને રાખો. આ રીતે રાખવાથી તમારો બાંધેલો લોટ ફ્રેશ રહેશે.

- તમે આ બાંધેલા લોટને એલ્યુમિનિયમ ફોઈલમાં પણ સારી રીતે પેક કરી તેને એર ટાઈટ કન્ટેનરમાં બંધ કરીને રાખી શકો છો. જેના કારણે આ લોટમાં કોઈપણ બેક્ટેરિયા ઉત્પન્ન ન થશે અને તમારો લોટ ફ્રેશ રહેશે.

- આ ઉપરાંત જ્યારે પણ તમે લોટ બાંધો ત્યારે હૂંફાળા પાણીનો ઉપયોગ કરો. આ રીતે લોટ નરમ રહેશે અને તેમાં રહેલા બેક્ટેરિયા પણ મરી જશે. જ્યારે તમે આ લોટને ફ્રીજમાં રાખશો તો તેમાં ફંગસ પણ નહીં લાગશે.

- ફ્રીજમાં સવાર સુધી લોટને રાખવા માટે તમે થોડું મીઠું પણ ઉમેરી શકો છો. ઘણી પેક્ડ વસ્તુઓમાં મીઠું ઉમેરવામાં આવે છે જેથી તેમાં કોઈ બેક્ટેરિયા ઉત્પન્ન ન થાય.

- ફ્રીજમાં બંધેલો લોટ રાખતા પહેલા તમે તેલ પણ લગાવી શકો છો. તેના કારણે લોટ સુકાઈ ન જાય અને ન કડક થઈ જાય. 



Google NewsGoogle News