શું તમારું મગજ ધીરે કામ કરે છે? તો બ્રેઈન પાવર વધારવા માટે કરો આ કામ

એક એવુ તેજ મગજ કે જે કોઈપણ પરિસ્થિતિમાં દરેક એંગલને સમજવામાં સક્ષમ હોય.

ખોરાકની સીધી અસર આપણા શરીર, મન, મગજ પર અસર થાય છે

Updated: Oct 22nd, 2023


Google NewsGoogle News
શું તમારું મગજ ધીરે કામ કરે છે? તો બ્રેઈન પાવર વધારવા માટે કરો આ કામ 1 - image
Image frrepic

તા. 22 ઓક્ટોબર 2023, રવિવાર 

Brain Power Increase: જીંદગીની રેસમાં જો આગળ આવવુ હોય તો તમારે હંમેશા તમારા મગજ તેજ (Fast Brain)કામ  કરતુ રાખવું પડશે. આ દોડધામ ભરી જીંદગીમાં શાર્પ માઈંડ (Sharp Mind) હોવુ ખૂબ જ જરુરી છે. એક એવુ તેજ મગજ કે જે કોઈપણ પરિસ્થિતિમાં દરેક એંગલને સમજવામાં સક્ષમ હોય. એવા કેટલાય લોકો હોય છે, જેમનું મગજ થોડુ ધીમે કામ કરતું હોય છે, તો તેમા કોઈ ખોટુ નથી, પરંતુ કેટલીક વાર લોકો તેને મંદબુદ્ધિ કહેવાનું શરુ કરી દેતા હોય છે. જો તમારી સાથે પણ આવુ થતુ હોય તો બસ આટલી વસ્તુનું ધ્યાન રાખજો, થોડા દિવસોમાં જ તમારુ મગજ પણ એકદમ શાર્પ થઈ જશે.

બ્રેન પાવરને કેવી રીતે વધારવો..

સારુ ખાવાનું રાખો 

જો તમને એવુ લાગતું હોય કે માત્ર પેટ ભરવા પુરતું ખાવુ જોઈએ, તો આ વાત ખોટી છે. ખોરાકની સીધી અસર આપણા શરીર, મન, મગજ પર અસર થાય છે, જે આપણા વિચારવા - સમજવાની ક્ષમતા પર અસર કરે છે.  તેના માટે સારુ ભોજન લેવાની જરુર છે. જેના કારણે તમારો બ્રેન પાવર વધશે અને મગજ તેજ કામ કરશે.

શીખવું જરુરી છે

નવુ નવુ શિખવાથી આપણુ મગજ તેજ કામ કરવાનું શરુ કરે છે. જો તમે નવુ કામ નહી શીખો તો મગજ શીખવાનું બંધ કરી દેશે અને નવુ કાઈ નહી શીખી શકે. જેના કારણે તમારા વિચારવાની અને સમજવાની શક્તિની ક્ષમતા ઓછી થઈ જશે.

પુરતા પ્રમાણમાં ઊંઘ લેવાનું રાખો

તમારી અડધી પરેશાની સારી ઊંઘ લેવાથી ખત્મ થઈ જશે. 7-8 કલાક પુરી ઊંઘ લેવાથી તમારુ માઈન્ડ ફ્રેશ થઈ જશે અને ખાલી મગજમાં એટલે આરામ કર્યા પછી ફ્રેશનેસમાં કામ કરવાથી મગજ સારી રીતે કામ કરશે. 



Google NewsGoogle News