હોળી રમતા પહેલાં છોકરાઓ અજમાવી જુઓ આ બ્યૂટી ટિપ્સ...!
નવી દિલ્હી, તા. 29 માર્ચ 2021, સોમવાર
હોળીનો તહેવાર રંગોનો તહેવાર છે. હોળી પર મસ્તી કરવી દરેકને ગમતી હોય છે. હોળી રમતાં પહેલા મહિલાઓ તો પોતાની ત્વચાનું ધ્યાન રાખી લે છે, પરંતુ છોકરાઓ પોતાની ત્વચાની દેખરેખ કરવામાં બેદરકારી કરે છે, જેના કારણે તેમના ચહેરા પર કેટલાય દિવસો સુધી રંગોની અસર રહે છે.
ત્યારે કેમિકલના કારણે તેમની સ્કિન પણ ઘણી ડેમેજ થતી જાય છે. એટલા માટે છોકરાઓએ પણે હોળીની મજા માણતાં પહેલા પોતાની ત્વચાનું ધ્યાન રાખવું જોઇએ. જેનાથી તે કેમિકલવાળા કલરથી પોતાના વાળ અને સ્કિનને સુરક્ષિત રાખી શકે.
મોઇશ્ચરાઇઝર
છોકરીઓની જેમ છોકરાઓએ પણ પોતાની ત્વચાની દેખભાળ કરવા માટે કેટલીક બ્યૂટી ટિપ્સને ફૉલો કરવી જોઇએ. કેમિકલવાળા હોળીના રંગથી સ્કિન ડ્રાય થઇ જાય છે. એવામાં હોળી રમતાં પહેલાં છોકરાઓએ પોતાના ચહેરા પર મૉઈશ્ચરાઇઝર લગાવવું જોઇએ. મૉઇશ્ચરાઇઝર લગાવવાથી ચહેરા પર નમી જળવાઇ રહે છે આ સાથે જ રંગ ત્વચાની અંદર જતો નથી.
સનસ્ક્રીનનો ઉપયોગ કરો
હોળીના દિવસે કેમિકલયુક્ત રંગ અને તીવ્ર તડકો સ્કિનને ઘણું નુકશાન પહોંચાડે છે. ત્વચાની દેખરેખ માટે સનસ્ક્રીનનો ઉપયોગ કરવો જોઇએ. સનસ્ક્રીનનો ઉપયોગ કરવાથી સ્કિન બર્ન નથી થતી.
નારિયેળ તેલ
કેમિકલયુક્ત રંગ સ્કિનની સાથે સાથે વાળને પણ ઘણુ નુકશાન પહોંચાડી શકે છે. હોળી રમતાં પહેલા વાળમાં નારિયેળ તેલ લગાવીને સરખી રીતે માલિશ કરો. તેનાથી વાળ પર રંગની કોઇ અસર થશે નહીં. હોળી રમ્યા બાદ શેમ્પૂ કરવાથી બધો રંગ પાણીની સાથે બહાર નિકળી જશે અને વાળને કોઇ પણ પ્રકારનું નુકશાન થશે નહીં.
નેચરલ માસ્કનો ઉપયોગ કરો
હોળી રમ્યા પછી સાબુનો ઉપયોગ ન કરવો જોઇએ. સાબુનો ઉપયોગ કરવાથી સ્કિન ડ્રાય થઇ જાય છે. રંગ દૂર કરવા માટે બેસન અથવા તો લોટના ફેસપેકનો ઉપયોગ કરીને ચહેરા પરથી કલર દૂર કરી શકો છો. ત્યારે ન્હાતી વખતે માઇલ્ડ સોપનો ઉપયોગ કરો તેનાથી સ્કિન પર કોઇ પણ પ્રકારનું નુકશાન થશે નહીં.