Get The App

શું તમે પણ ઑફિસમાં લાંબા સમય સુધી બેસીને કામ કરો છો? તો ફિટ રહેવા અપનાવો આ 5 આદત

Updated: Apr 7th, 2025

GS TEAM


Google News
Google News
Tips to Stay Healthy in Workplace


Healthy Habits for Desk Workers: આજકાલ ઑફિસમાં કલાકો સુધી કામ કરવું એ આપણી દિનચર્યાનો એક ભાગ બની ગયો છે. સ્ક્રીન પર સતત કામ કરવાથી માત્ર શરીરમાં જકડતા જ નથી આવતી પરંતુ થાક અને સુસ્તી પણ વધે છે. જો તમે પણ લાંબા સમય સુધી ઑફિસમાં બેસીને કામ કરો છો અને દિવસના અંતે થાક અનુભવો છો, તો હવે ચિંતા કરવાની જરૂર નથી! કારણ કે આ ટિપ્સ તમને મદદરૂપ થઈ શકે છે. તે તમને ફિટ રહેવામાં મદદ કરશે. 

1. 2 મિનિટનો સ્ટ્રેચિંગ બ્રેક લો

બેસીને સતત કામ કરવાથી માંસપેશીઓ જકડાઈ શકે છે, જેનાથી કમરનો દુખાવો, ગરદન અકડાઈ જવી અને બ્લડ સર્ક્યુલેશનની સમસ્યા થઈ શકે છે. આને ટાળવા માટે, દર 1-2 કલાકે 2 મિનિટનો સ્ટ્રેચિંગ બ્રેક લો.

2. સીટ પર બેસીને ઊંડા શ્વાસ લો

કામનું પ્રેશર અને સતત સ્ક્રીન ટાઇમ મગજને અસર કરી શકે છે. ઊંડા શ્વાસ લેવાથી તમે તરત જ હળવાશ અનુભવશો અને તમારું ફોકસ પણ સુધરશે.

3. હાઇડ્રેશન પર ધ્યાન આપો 

ડિહાઇડ્રેશનના કારણે માથાનો દુખાવો, થાક અને ઓછું ફોકસની સમસ્યા થઈ શકે છે. તેથી પોતાને હાઇડ્રેટેડ રાખવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આ માટે તમારી સાથે પાણીની બોટલ રાખો અને સમયાંતરે પાણી પીતા રહો. ઉપરાંત, હર્બલ ટી અને નારંગી અથવા કાકડી જેવા ફળો લેવાનું રાખો. તેમજ વધુ પડતી કેફીન ટાળો, કારણ કે તેનાથી ડિહાઇડ્રેશન વધી શકે છે. આ કારણે તમારી એનર્જી પણ ઓછી થઈ શકે છે.

આ પણ વાંચો: ઉનાળામાં દૂધને ફ્રિજમાં રાખ્યા વગર બગડતું અટકાવવા અપનાવો આ સરળ ટિપ્સ

4. તમારી આંખોને આરામ આપો

ઑફિસમાં કોમ્પ્યુટર કે લેપટોપની સ્ક્રીન પર સતત જોવાથી તમારી આંખો થાકી જાય છે. આ કારણે પણ આપણે થાક અનુભવીએ છીએ. આવી સ્થિતિમાં, તેનાથી બચવા માટે, વ્યક્તિએ દર 20-30 મિનિટ પછી સ્ક્રીનથી દૂર જવું જોઈએ. તેનાથી તમારી આંખોને આરામ મળશે અને તમે તાજગી અનુભવશો.

5. તમારી ખાવાની આદતોમાં ફેરફાર કરો

થાક ન લાગે તે માટે તમારે તમારા શરીરને ફિટ રાખવાની જરૂર પડશે. આવી સ્થિતિમાં, તમારી લાઇફસ્ટાઇલની સાથે-સાથે તમારી ખાવાની આદતો બદલવી તમારા માટે વધુ સારું રહેશે. આ માટે તમારે ડાયટમાં ડ્રાય ફ્રૂટ્સ, દૂધ, દહીં, સ્પ્રાઉટ્સ, લીલા શાકભાજી, ફળ વગેરેનો સમાવેશ કરો.

શું તમે પણ ઑફિસમાં લાંબા સમય સુધી બેસીને કામ કરો છો? તો ફિટ રહેવા અપનાવો આ 5 આદત 2 - image

Tags :