કિડની સ્ટોનના દર્દીઓએ ભૂલથી પણ ન ખાવી જોઇએ આ વસ્તુઓ
Image:Freepik
Kidney Stone Diet: કિડનીમાં પથરીએ આજના સમયમાં સૌથી સામાન્ય સમસ્યા બની ગઈ છે. જ્યારે આપણી કિડની વેસ્ટ પ્રોડક્ટને યોગ્ય રીતે ફિલ્ટર કરી શકતી નથી, ત્યારે આ વસ્તુઓ કિડનીમાં જમા થાય છે અને પથરી બને છે. જો કિડની સ્ટોનની સારવાર ન કરવામાં આવે તો કિડનીની કાર્યક્ષમતા ઓછી થવા લાગે છે અને કિડની ફેલ થઈ શકે છે. તેથી સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે, કિડની સ્ટોનના દર્દીઓએ તેમના આહારનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે આપણા આહારની સીધી અસર પથરી પર થાય છે.
કિડની સ્ટોનના દર્દીઓએ આ ફુડથી દુર રહેવુ
આરોગ્ય નિષ્ણાતો કહે છે કે તમારી જીવનશૈલી અને આહારમાં ફેરફાર કરીને કિડનીના રોગોથી બચી શકાય છે. કિડનીને સ્વસ્થ રાખવા માટે કેટલાક ખોરાક ખાવા ટાળવા જોઈએ. જેમાં ઉચ્ચ સોડિયમ,કાર્બોનેટેડ પીણાં,પ્રોસેસ્ડ મીટ અને ઉચ્ચ પ્રોટીન વસ્તુઓનો સમાવેશ થાય છે.
ડાઇટિશિયનના મતે, સોડિયમની માત્રા વધુ હોય તેવા ખોરાકથી કિડનીમાં પથરીની સમસ્યા વધી શકે છે. જંક ફૂડમાં મીઠું વધારે હોય છે, જેના કારણે લોકોએ જંક ફૂડ અને અન્ય ક્ષારયુક્ત ખોરાકથી દૂર રહેવું જોઈએ.
હાઈ પ્રોટીન ડાયટ પણ કિડનીમાં પથરીની સમસ્યાને વધારી શકે છે. ખાસ કરીને પએનિમલ પ્રોટીન, જેવા કે ઈંડા, માંસ, માછલી અને અન્ય નોન-વેજ ખાવુ ટાળવુ જોઈએ. પ્રોટીન યુરિક એસિડને વધારે છે, જેનાથી પથરીની સમસ્યા વધી શકે છે.
રોગપ્રતિકારક શક્તિ માટે ખાટા ફળો ફાયદાકારક માનવામાં આવે છે, પરંતુ કિડની સ્ટોનના દર્દીઓએ આ વસ્તુઓ માત્ર મર્યાદામાં જ ખાવી જોઈએ. ખાટા ફળોમાં વિટામિન સી હોય છે. તેની વધુ માત્રા ઓક્સાલેટનું ઉત્પાદન વધારે છે જેના કારણે કિડનીમાં પથરી વધે છે.
આ સિવાય અથાણાંમાં સોડિયમની માત્રા વધુ હોય છે, તેથી કિડનીના દર્દીઓએ ભૂલથી પણ અથાણું ન ખાવું જોઈએ.
કિડની સ્ટોનનાં દર્દીઓએ ઠંડા પીણાં અને એનર્જી ડ્રિંક્સથી દૂર રહેવું જોઈએ. આ પીણાંમાં ફોસ્ફોરિક એસિડ હોય છે જે કિડની સ્ટોનને વધારી દે છે. આવી સ્થિતિમાં સોફ્ટ ડ્રિંક્સનું ઓછામાં ઓછું સેવન કરવું જોઈએ.