ભીંડા સાથે ભૂલથી પણ ન ખાવી જોઈએ આ 5 વસ્તુઓ, સ્વાસ્થ્ય માટે નુકસાનકારક
Foods To Avoid With LadyFinger: સ્વસ્થ રહેવા માટે ડૉક્ટરો વ્યક્તિને લીલા શાકભાજી ખાવાની સલાહ આપે છે. પરંતુ શું તમે જાણો છો કે આયુર્વેદમાં ખાવા પીવાના કેટલાક ખાસ નિયમો જણાવવામાં આવ્યા છે. આ નિયમો અનુસાર અમુક શાકભાજીની સાથે અમુક વસ્તુઓ ખાવાની સખત મનાઈ છે.
એવામાં આજે ભીંડા વિશે વાત કરીશું. ભીંડામાં વિટામિન કે, સી, ફોલેટ, મેગ્નેશિયમ, વિટામિન બી, મેંગેનીઝ વગેરે જેવા પોષક તત્ત્વો હોય છે. જે શરીર માટે ફાયદાકારક હોય છે. સ્વાસ્થ્ય માટે આટલું ફાયદાકારક હોવા છતાં પણ જો ભીંડાને અમુક વસ્તુઓ સાથે ખાવામાં આવે તો તે ફાયદાની જગ્યાએ નુકસાન પહોંચાડવા લાગે છે. ચાલો જાણીએ કઈ કઈ વસ્તુઓ સાથે ભીંડા ખાવાનું ટાળવું જોઈએ.
ભીંડા સાથે દૂધ ન લેવું જોઈએ
ભીંડા ખાધા પછી દૂધ પીવાનું ટાળવું જોઈએ. ભીંડા અને દૂધ બંનેમાં કેલ્શિયમ હોય છે, પરંતુ ભીંડામાં કેલ્શિયમની સાથે ઓક્સાલેટ પણ હોય છે. આ બંને ભેગા થઈને કેલ્શિયમ ઓક્સાલેટ બનાવે છે, જે કિડનીમાં પથરીનું કારણ બની શકે છે.
કારેલા અને ભીંડાનું સાથે સેવન ન કરવું
કારેલા અને ભીંડાનું એકસાથે સેવન કરવાનું પણ ટાળવું જોઈએ. આ બંને વસ્તુઓ પચવામાં ભારે છે. આવી સ્થિતિમાં, જો તમે પહેલાથી જ પાચનની સમસ્યાઓથી પરેશાન છો, તો ભીંડા અને કારેલાનું એકસાથે સેવન કરવાનું ટાળો.
તેમજ કારેલાની પ્રકૃતિ ગરમ હોય છે અને ભીંડાની પ્રકૃતિ ઠંડી હોય છે, આથી બંને સાથે લેવાથી તે પેટના pH સંતુલનને બગાડે છે. જેના કારણે કબજિયાત, અપચો, ગેસ, ઝાડા અને પેટમાં દુખાવો જેવી પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે.
આ પણ વાંચો: વર્ષ 2025માં ભારતીયો ક્યાં કરશે પ્રવાસ, જાણો નવા વર્ષના ટોપ 7 ટ્રાવેલ ટ્રેન્ડ
ભીંડાના સેવન બાદ ચા ના લેવી જોઈએ
જો તમને પણ લંચ પછી ચા પીવાનું પસંદ હોય અને તમે લંચમાં ભીંડાનું સેવન કર્યું હોય તો આવી ભૂલ બિલકુલ ન કરશો. ચા એ ટેનીનયુક્ત પીણું છે અને ભીંડા ખાધા પછી ચા પીવાથી પોષક તત્ત્વોના શોષણમાં અવરોધ આવી શકે છે. આથી બને ત્યાં સુધી ભીંડા ખાધા પછી ચા પીવાનું ટાળવું જોઈએ.
મૂળો અને ભીંડા સાથે ન ખાવા
ભીંડા સાથે કોઈપણ સ્વરૂપમાં મૂળાનું સેવન ન કરવું જોઈએ. જો તમને પહેલાથી જ પેટમાં ગેસ બનવાની સમસ્યા છે તો મૂળો ખાધા પછી ભીંડાનું સેવન કરવાનું ટાળો. આમ કરવાથી એસિડિટી થઈ શકે છે. તેમજ મૂળામાં સલ્ફર કમ્પાઉન્ડ હોય છે, જે પેટમાં ગેસની સમસ્યા વધારે છે. આવી સ્થિતિમાં ભીંડા અને મૂળાનું એકસાથે સેવન કરવાથી આ સમસ્યા વધુ વધી શકે છે.