જમવામાં જરૂર આ વસ્તુનો કરો ઉપયોગ, ક્યારે નહીં થાય એસિડિટી કે ગેસ!

Updated: Jan 9th, 2024


Google NewsGoogle News
જમવામાં જરૂર આ વસ્તુનો કરો ઉપયોગ, ક્યારે નહીં થાય એસિડિટી કે ગેસ! 1 - image


Image:Freepik

નવી દિલ્હી,તા. 9 જાન્યુઆરી 2024, મંગળવાર

હિંગમાં ઘણા બધા ઔષધીઓ ગુણ હોય છે. હિંગનું સેવન કરવાથી આપણા શરીરને ઘણી સમસ્યાઓ દૂર થાય છે. શરીરમાં એવી ઘણી સમસ્યાઓ હોય છે જેનાથી છુટકારો મેળવવા માટે હિંગના પાણીનો ઉપયોગ કરી શકાય છે.

ઘણી વખત ખોરાક ખાધા પછી વ્યક્તિને એસિડિટી, ગેસ, પેટ ફૂલવું વગેરેની ફરિયાદ થવા લાગે છે. તેની પાછળ ઘણા કારણો હોઈ શકે છે. જેમ કે સમયસર ન ખાવું, કેફીનનું વધુ પડતું સેવન, અનિયમિત જીવનશૈલી, અતિશય આહાર, મસાલેદાર અથવા તળેલા ખોરાકનું સેવન

વગેરે.આયુર્વેદિક ડોક્ટર વૈશાલી શુક્લાએ આ બધી સમસ્યાઓનો ઉકેલ તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. તો જાણીએ શું જણાવે છે તે પોતાના વીડિયોમાં...

રસોઈ કરતી વખતે હીંગનો સમાવેશ કરો

ડો. વૈશાલી શુક્લાએ ગેસ, પેટ ફૂલવું, અપચો વગેરે જેવી સમસ્યાઓથી બચવા રસોઈ બનાવતી વખતે એક ચપટી હીંગનો સમાવેશ કરવાની સલાહ આપી છે. આજ સુધી તમે ભોજનમાં સુગંધ અને સ્વાદ ઉમેરવા માટે હિંગનો ઉપયોગ કરતા જ હશો.

આંતરડાના સ્વાસ્થ્યને ફાયદો

હિંગમાં એન્ટી ગેસ એજન્ટ હોય છે, જેના કારણે તે પેટ ફૂલવાથી સમસ્યાથી રાહત રહે છે. તેમણે કહ્યું કે હિંગ પેટના કીડાની સમસ્યાથી પણ રાહત આપે છે.

હીંગના બીજા કેટલાક ફાયદા

ભોજનમાં હીંગનો સમાવેશ કરવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે એટલું જ નહીં હૃદયના સ્વાસ્થ્યને પણ ખૂબ જ ટેકો મળે છે. એક રિસર્ચમાં તે પીરિયડના દુખાવા માટે પણ સારું સાબિત થયું છે. હીંગમાં ઇંપ્લામેન્ટરી  ગુણ હોય છે જે માથાનો દુખાવો અને સોજાની સમસ્યાને દૂર કરવામાં મદદરૂપ થાય છે.


Google NewsGoogle News