મહિલાઓ સાવધાન! 40ની ઉંમર બાદ પાંચ ગંભીર બીમારીઓનો ખતરો વધુ, આ રીતે રહો સતર્ક
નવી મુંબઇ,તા. 27 ફેબ્રુઆરી 2024, મંગળવાર
મહિલાઓને પુરૂષો કરતા વધુ શારીરિક તાણમાંથી પસાર થવું પડે છે. વ્યક્તિએ સમયાંતરે થતા હોર્મોનલ ફેરફારોમાંથી પસાર થવું પડે છે. આવી સ્થિતિમાં મહિલાઓએ સમયની સાથે તેમના સ્વાસ્થ્યનું વધુ ધ્યાન રાખવું જોઈએ.
ડૉક્ટર કહે છે કે,ઘણીવાર મહિલાઓને લાગે છે કે તેઓ 40 વર્ષની ઉંમર પહેલા સંપૂર્ણપણે સ્વસ્થ છે, પરંતુ પછી અચાનક તેમને સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક સમસ્યાઓ થવા લાગે છે. આનું કારણ એ છે કે તેમને આ સમસ્યા અચાનક નથી થઈ, મહિલાઓએ પોતાનું ધ્યાન યોગ્ય રીતે રાખ્યુ નહીં તેના કારણે તેમને આ સમસ્યા થઈ છે. જાણીએ 5 ગંભીર સમસ્યાઓ વિશે જેના માટે દરેક મહિલાએ સતર્ક રહેવું જોઈએ.
એનિમિયા
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનો અંદાજ છે કે વિશ્વભરમાં 15 થી 49 વર્ષની વયની 30 ટકા સ્ત્રીઓ એનિમિયાથી પીડાય છે. આના કારણોમાં ઉર્જાનો અભાવ, શ્વાસ લેવામાં તકલીફ, ઝડપી ધબકારા, ત્વચા પીળી પડવી વગેરે છે. આ માટે, તમારા ડૉક્ટર પાસે જાઓ, તેઓ તમારું RBC તપાસશે અને તે મુજબ તમારી સારવાર કરશે.
ઑસ્ટિયોપોરોસિસ
સ્ત્રીઓમાં આ સ્થિતિનું જોખમ વધારે હોય છે, જેના કારણે મેનોપોઝનો સમય નજીક આવતાં હાડકાં નબળાં થવા લાગે છે. તેથી, સમયસર ડૉક્ટર પાસે જઇને અને FRAX સ્કોર વિશે માહિતી મેળવવવી જોઇએ જેનાથી આગામી 10 વર્ષમાં ફ્રેક્ચર થવાની સંભાવના જણાવે છે. જો તમારા હાડકાં નબળા છે, તો ફિઝિશિયન તમને કેલ્શિયમ સપ્લિમેન્ટ્સ આપશે.
બ્રેસ્ટ કેન્સર
રિપોર્ટ અનુસાર દર 28માંથી એક મહિલાને સ્તન કેન્સરનું જોખમ છે. જો તમારા કોઈ નજીકના સંબંધીને સ્તન કેન્સર હોવાનું નિદાન થયું હોય, તો સમયાંતરે ડૉક્ટર પાસે ચેકઅપ કરાવો.
હાઇ કોલેસ્ટ્રોલ
હાર્ટ એટેકનું જોખમ 40 વર્ષની ઉંમરે વધવા લાગે છે. આ સામાન્ય રીતે હાઇ કોલેસ્ટ્રોલ અથવા હાઈ બ્લડ પ્રેશરને કારણે થાય છે. જો તમે ધૂમ્રપાન કરો છો અથવા ફેમિલી હિસ્ટ્રી છે તો તમને વધુ જોખમ હશે. જો તમારું કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશર વધારે હોય તો દર વર્ષે તમારું કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશર ચેક કરાવો.
સર્વાઇકલ કેન્સર
સર્વાઇકલ કેન્સરથી પીડિત મોટાભાગની મહિલાઓની ઉંમર 35 થી 44 વર્ષની વચ્ચે હોય છે. તેનાથી બચવા માટે દર ત્રણ વર્ષે સ્ક્રીનીંગ કરાવવું જોઈએ. તેનો ટેસ્ટ માત્ર થોડી મિનિટનો જ હોય છે.