શું પપૈયા અને દાડમ એક સાથે ખાઈ શકાય? જાણો તેના ફાયદા
Image:Freepik
નવી મુંબઇ,તા. 11 માર્ચ 2024, સોમવાર
પપૈયુ અને દાડમ બંને ફળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. પપૈયામાં ફાઈબર, વિટામિન સી અને ઘણા પ્રકારના એન્ટીઓક્સીડેન્ટ જોવા મળે છે. દાડમમાં વિટામિન સી સહિતની ઘણી વસ્તુઓ પણ હોય છે જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. દાડમમાં ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સિડેન્ટ અને પોષક તત્વો હોય છે. જે અનેક રોગોને દૂર કરવામાં મદદરૂપ છે. પ્રશ્ન એ છે કે શું બંને એકસાથે ખાઈ શકાય? તેને એકસાથે ખાનારા ઘણા લોકો છે.
શું પપૈયા અને દાડમ એક સાથે ખાઈ શકાય?
પપૈયા અને દાડમને એકસાથે ખાવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. આ ઉપરાંત તે તમને અનેક પ્રકારની બીમારીઓથી પણ બચાવે છે. આ ફળ એકસાથે ખાવાથી શરીરમાં લોહીની કમી નથી થતી. એનિમિયા જેવા રોગોથી બચવામાં ફળો ખૂબ જ ફાયદાકારક છે. આ સિવાય તે ઈમ્યુનિટી બૂસ્ટરનું કામ કરે છે. સાથે જ તે કબજિયાત અને સ્થૂળતાની સમસ્યાને દૂર કરે છે. સૌથી સારી વાત એ છે કે આ બંને ફળ એકસાથે ખાવાથી શરીરમાં મલ્ટીવિટામીનની ઉણપ પૂરી થાય છે.
ફળોનું આ મિશ્રણ મલ્ટિવિટામિન કેમ છે?
પપૈયા અને દાડમ બંને ફળ શરીરમાં મલ્ટીવિટામીનની જેમ કામ કરે છે. પપૈયામાં વિટામિન A, B, C હોય છે. દાડમમાં વિટામીન C, E, Thiamin, Riboflavin અને Niacin ભરપૂર માત્રામાં હોય છે. પપૈયામાં ભરપૂર માત્રામાં ફાઈબર, કેલ્શિયમ, આયર્ન અને પ્રોટીન હોય છે.
એક વાટકી પપૈયાને દાડમમાં ભેળવીને ખાઓ, તેનાથી શરીરમાં ફાઈબરની ઉણપ નહી રહે. આને ખાવાથી શરીરની નાની-નાની બીમારીઓથી રાહત મળે છે.