બ્રેઈન હેલ્થને સ્વસ્થ રાખવા માટે શું ખાવું જોઈએ, જેનાથી વધશે નિર્ણય શક્તિ
Image:Freepik
નવી મુંબઇ,તા.27
નવેમ્બર 2023, સોમવાર
બીમારીથી બચવા માટે
આપણે આપણા શરીરનું ધ્યાન રાખીએ છીએ અને જીવનશૈલીમાં કસરત અને વ્યાયામ કરીને શરીરને
ફિટ રાખીએ છીએ પરંતુ શું તમે જાણો છો કે તમારા મગજને પણ સ્વસ્થ રાખવાની જરુર હોય
છે. એવુ કહેવાય છે કે, શરીર યોગ્યરીતે કામ કરે તે માટે મગજનું યોગ્ય રીતે કામ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે, મગજ જ આપણા આખા શરીરને કાર્ય કરવા સક્ષમ
બનાવે છે. મગજ આપણા શરીરનું સૌથી મહત્વનું અંગ છે.
મગજ જ આપણને વિચારવાની, સમજવાની અને નિર્ણય લેવાની શક્તિ આપે છે. આટલું જ
નહીં મગજ શરીરના અન્ય જેમ કે, હૃદયના ધબકારા, પાચન પ્રક્રિયા, હાથ અને પગની હિલચાલ બધા જ ભાગોને નિયંત્રિત કરે છે.
મગજને સ્વસ્થ રાખવા માટે આપણે આપણા આહારમાં એવી વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ જે મગજ માટે ફાયદાકારક હોય.
બદામ અને અખરોટ
બદામમાં વિટામિન ઈ, ઓમેગા 3 ફેટી એસિડ, એન્ટીઓક્સીડેન્ટ અને પ્રોટીન જેવા પોષક તત્વો મળી આવે છે. આ બધા મળીને મગજના કોષોને નુકસાનથી બચાવે છે, અખરોટમાં વિટામિન E, ઓમેગા 3 ફેટી એસિડ અને એન્ટીઓક્સીડેન્ટ પણ ભરપૂર હોય છે જે આપણા દિમાગ માટે ફાયદાકારક છે.
તાજા ફળો અને શાકભાજી
બ્લુબેરી, સ્ટ્રોબેરી અને બ્રોકોલી, ગાજર જેવા શાકભાજીમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે મગજના કોષોનું રક્ષણ કરે છે. આ સિવાય ઓમેગા-3 ફેટી એસિડ્સ પણ મગજ માટે ખૂબ ફાયદાકારક છે અને તે વિચારવાની શક્તિ વધારવામાં મદદ કરે છે. આ શાકભાજીમાં મળતા ફાઈબર્સ દિમાગ માટે સારા સાબિત થાય છે.
દૂધ અને દૂધના ઉત્પાદનો
દૂધમાં કેલ્શિયમ, પ્રોટીન, વિટામિન B12 અને વિટામિન D જેવા પોષક તત્વો હોય છે જે મગજના કોષોના વિકાસ અને કાર્ય માટે જરૂરી છે. તેમાં
આવશ્યક ફેટી એસિડ્સ પણ હોય છે જે મગજને ઉર્જા પ્રદાન કરે છે અને ન્યુરોન્સના
સંચારને સુધારે છે.
ઇંડા
ઈંડામાં પ્રોટીન અને હેલ્ધી ફેટ્સ હોય છે જે મગજને એનર્જી આપે છે. આ સિવાય ઈંડામાં કોલિન નામનું પોષક તત્વ હોય છે જે મગજના કોષોની વૃદ્ધિ અને કાર્યક્ષમતામાં સુધારો કરે છે. તે ન્યુરોટ્રાન્સમીટર તરીકે કામ કરે છે. ઇંડામાં આયર્ન, ઝિંક, સેલેનિયમ, આયોડિન અને વિટામિન B12 ભરપૂર માત્રામાં હોય છે જે યાદશક્તિને સુધારે છે. ઈંડા ખાવાથી એકાગ્રતા પણ વધે છે જેની અસર આપણી યાદશક્તિ પર થાય છે,