Get The App

ઉનાળામાં ડાયેટમાં સામેલ કરો ગુંદ કતીરા, શરીરને ઠંડક મળવાની સાથે થશે આ ફાયદા

Updated: Apr 23rd, 2025

GS TEAM


Google News
Google News
Gond Katira Benefits


Gond Katira Benefits: ગરમી ખૂબ જ વધી રહી છે. આવી સ્થિતિમાં, ફક્ત ઠંડા પાણીથી જ શરીરને ઠંડુ નહિ રાખી શકાય, પરંતુ આ માટે તમારે ડાયટમાં પણ અમુક વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ, જે શરીરને અંદરથી ઠંડુ રાખે. એવી જ એક વસ્તુ હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ છે જે છે ગુંદ કતીરા. આમ તો મોટાભાગના લોકો ગુંદનો ઉપયોગ માત્ર શિયાળામાં જ કરતા હોય છે, જે યોગ્ય છે. પરંતુ ગુંદ કતીરા એ ગરમીમાં રાહત આપતો ગુંદ છે, જે શરીરને ઠંડક આપવાની સાથે હીટ સ્ટ્રોક, ડિહાઇડ્રેશન વગેરે જેવી સમસ્યાઓથી પણ બચાવે છે. 

રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવે

ગુંદ કતીરા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે જાણીતું છે. તેમાં રહેલા એન્ટીઑકિસડન્ટ શરીરને મોસમી રોગોથી બચાવવામાં મદદ કરે છે. તેના સેવનથી તડકામાં એનર્જી મળે છે.

પાચનક્રિયા સારી બનાવે

ગુંદ કતીરા પાચન માટે પણ ખૂબ ફાયદાકારક છે. ઉનાળામાં ઘણીવાર ગેસ, કબજિયાત અથવા અપચો જેવી પેટની સમસ્યાઓ થતી હોય છે. એવામાં ગુંદ કતીરા આંતરડાને ઠંડક આપીને પેટને શાંત કરે છે, જેનાથી પાચનમાં સુધારો થાય છે.

આ પણ વાંચો: ઉનાળાની ગરમીથી બચવા માટે કોલ્ડ ડ્રિંક્સના બદલે પીવો 5 હેલ્ધી ડ્રિંક્સ, હાઇડ્રેટ રહેશે શરીર

સ્કીન માટે ફાયદાકારક

એન્ટી એજિંગ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણધર્મોથી ભરપૂર ગુંદ કતીરા સ્કીન માટે પણ ખૂબ ફાયદાકારક છે. તે સ્કીનને ફ્રી રેડિકલથી રક્ષણ આપે છે અને સ્કીનને લાંબા સમય સુધી ફ્રેશ અને યુવાન રાખે છે. આ સાથે, ગુંદ કતીરા પિગમેન્ટેશન, કરચલીઓ અને ખીલ ઘટાડવા માટે પણ જાણીતું છે.

વજન ઘટાડવામાં મદદરૂપ

વજન ઘટાડવા માંગતા લોકો માટે ગુંદ કતીરા એક બેસ્ટ વિકલ્પ છે. તેનું સેવન કરવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું લાગે છે, જેના કારણે વારંવાર ભૂખ લાગતી નથી અને ઓવર ઇટીંગ કંટ્રોલમાં રહે છે. જેથી વજન ઘટાડવામાં મદદરૂપ બની રહે છે. 

ઉનાળામાં ડાયેટમાં સામેલ કરો ગુંદ કતીરા, શરીરને ઠંડક મળવાની સાથે થશે આ ફાયદા 2 - image

Tags :