મહિલાઓ માટે ખુબ જ જરૂરી છે 5 હેલ્થ ચેકઅપ, જે દર 3 મહિને કરાવવા જોઈએ

Updated: Mar 6th, 2024


Google NewsGoogle News
મહિલાઓ માટે ખુબ જ જરૂરી છે 5 હેલ્થ ચેકઅપ, જે દર 3 મહિને કરાવવા જોઈએ 1 - image


નવી દિલ્હી,તા. 6 માર્ચ 2024, બુધવાર 

સ્ત્રીઓ પોતાના આખા કુટુંબની, ઘરની, કુટુંબની સંભાળ રાખે છે પરંતુ તેઓ પોતાની સંભાળ નથી રાખી શકતી કે પછી સમય નથી મળતો. ઘણી બીમારીઓથી બચવા માટે વ્યક્તિએ પોતાનો આહાર તેમજ જીવનશૈલી સારી રાખવી જરૂરી છે. ખાસ કરીને મહિલાઓએ સ્વાસ્થ્ય સંબંધિત 5 ટેસ્ટ કરાવવા આવશ્યક છે.તેથી આજે અમે તમને એ પાંચ ટેસ્ટ વિશે જણાવીશુ જે, દરેક મહિલાએ કરવવા જોઇએ. 

જૈનેટિક સ્ક્રીનિંગ 

આ ટેસ્ટ દ્વારા મહિલાઓ અનેક ગંભીર આનુવંશિક રોગોથી પોતાને બચાવી શકે છે. આનુવંશિક પરીક્ષણો પણ સ્ત્રીઓને થતા કોઈપણ પ્રકારના કેન્સરને શોધી શકે છે.

આ એક મેડિકલ ટેસ્ટ છે જેમાં સ્ત્રીમાં કોઈપણ પ્રકારના આનુવંશિક બીમારીના સંકેત અને જોખમની ઓળખ કરી શકાય છે. આ ટેસ્ટ દ્વારા એ જાણી શકાય છે કે, પરિવારમાં કોઈને કોઈ બીમારી છે કે નહીં અને મહિલા પર તેની અસર થશે કે નહીં.

મહિલાઓ માટે ખુબ જ જરૂરી છે 5 હેલ્થ ચેકઅપ, જે દર 3 મહિને કરાવવા જોઈએ 2 - image

કાર્ડિયોવેસ્કુલર હેલ્થ

વધતી જતી ઉંમર સાથે હૃદય નબળું પડતું જાય છે અને તેથી જ સ્ત્રીઓએ જિનેટિક ટેસ્ટિંગમાં હાર્ટ સંબંધિત ટેસ્ટ કરાવવા જોઈએ. આના દ્વારા, હાઈપરકોલેસ્ટેરોલેમિયા અને હાઈપરટ્રોફિક કાર્ડિયોમાયોપેથી જેવા વંશાનુગત બીમારીઓ શોધી શકાય છે.

અલ્ઝાઈમર

35 વર્ષની ઉંમર પછી, સ્ત્રીઓએ પણ અલ્ઝાઈમરનો ટેસ્ટ પણ કરાવવો જોઇએ. આ રોગનું કારણ શરીરમાં APOE જનીન છે અને તેથી તેને આનુવંશિક પરીક્ષણમાં પણ તેનો ટેસ્ટ કરવામાં આવે છે. 

સર્વાઇકલ કેન્સર

સમગ્ર વિશ્વમાં મહિલાઓમાં સર્વાઈકલ કેન્સરના કેસ ઝડપથી વધી રહ્યા છે અને ભારતમાં આ કેસ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યા છે. તેથી 35 વર્ષની ઉંમર પછી સર્વાઇકલ કેન્સરનું સ્ક્રીનીંગ કરાવવું પણ જરૂરી માનવામાં આવે છે. આ સ્ક્રીનીંગમાં સર્વાઇકલ કેન્સરની તપાસ કરવામાં આવે છે અને તેની સાથે HPP જીનોટાઇપીંગ ટેસ્ટ પણ કરવામાં આવે છે. 

બ્રેસ્ટ કેન્સર 

બ્રેસ્ટ કેન્સરની શક્યતાને દૂર કરવા માટે 35 વર્ષ પછી BRCA જીન મ્યુટેશન ટેસ્ટ પણ જરૂરી હોવાનું કહેવાય છે. સ્તન કેન્સરની વહેલી તપાસ માટે આનુવંશિક સ્ક્રીનીંગ ટેસ્ટમાં BCRA જનીનનું પરીક્ષણ કરવું જોઈએ.


Google NewsGoogle News