વારંવાર છાતીમાં દુખાવો થાય છે? ગેસ નહીં પરંતુ આ મોટી સમસ્યાનો સંકેત! જાણો કેટલા ગંભીર છે આ લક્ષણ
Image:Freepik
નવી દિલ્હી,તા. 20 નવેમ્બર 2023, સોમવાર
ખરાબ જીવનશૈલી અને ખાનપાનને કારણે હાર્ટ એટેકની સમસ્યા સામાન્ય બની ગઈ છે. જ્યારે હૃદયને લોહીનો પુરવઠો ન મળે ત્યારે હાર્ટ એટેક આવે છે. જેનું સૌથી સામાન્ય અને જાણીતા લક્ષણોમાંનું એક છાતીમાં દુખાવો છે. હાર્ટ એટેક દરમિયાન, દુખાવો છાતીની મધ્યમાં શરૂ થાય છે અને પછી તે જુદા જુદા અવયવોમાં ફેલાય છે. જો કે, છાતીમાં દુખાવો એ હાર્ટ એટેકનું એકમાત્ર લક્ષણ નથી. ઘણી વખત એવું બને છે કે હાર્ટ એટેક સમજ્યા વગર આવી જાય છે. જો તમને વારંવાર છાતીમાં દુખાવાની સમસ્યા રહે છે તો તેને અવગણવુ નહીં. સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે વારંવાર છાતીમાં દુખાવો થવાથી ઘણી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે.
હાર્ટ એટેકના સૌથી સામાન્ય લક્ષણોમાં છાતીમાં દુખાવો, ખભાનો દુખાવો વગેરેનો સમાવેશ થાય છે. હાર્ટ એટેકનું મુખ્ય કારણ આર્ટરીમાં બ્લોકેજ છે. જેના કારણે હૃદય સુધી યોગ્ય માત્રામાં લોહી પહોંચતું નથી. જ્યારે હાર્ટ ટિશુમાં બ્લડ ફ્લો બ્લોક થવાથી છાતીમાં દુખાવો થાય છે.
ગેસ્ટ્રોએસોફેજલ રીફ્લેક્સ
ગેસ્ટ્રોએસોફેજલ રિફ્લક્સ એ આપણા શરીરની પાચન પ્રણાલીને લગતી એક પ્રકારની સમસ્યા છે. જેના કારણે છાતીમાં દુખાવાની ફરિયાદ વારંવાર થઈ શકે છે.
પેરીકાર્ડિટિસ
પેરીકાર્ડિટિસથી પીડિત દર્દી સમયાંતરે છાતીમાં દુખાવાની ફરિયાદ રહે છે. આમાં, હૃદયની આસપાસની ટિશુમાં સોજો આવે છે. અહીં સોજો ઘણા કારણોસર થઇ શકે છે જેમાં કોઇ ઇંફેક્શન,ઓટોઇમ્યુન કંડીશન અથવા હાર્ટ અટેક છે.
પેનિક અટેક
પેનિક અટેક આવવાથી પણ છાતીમાં દુખાવો પણ થઈ શકે છે. ગભરાટ ભર્યા હુમલાને કારણે, દર્દીને તણાવ, અજીબ અજીબ લાગણીઓનો સામનો કરવો પડે છે, જેના કારણે તે છાતીમાં દુખાવો અથવા નર્વસ અનુભવે છે.
ગોલબ્લેડરની સમસ્યા
ગોલબ્લેડર સમસ્યાથી પીડિત લોકો પણ વારંવાર છાતીમાં દુખાવાની ફરિયાદ કરી શકે છે.જેમાં શરૂઆતમાં પેટના ઉપરના ભાગમાં દુખાવો થાય છે, પરંતુ ધીમે ધીમે તે ખભા અને બ્રેસ્ટબોન સુધી પહોંચી શકે છે.
ગૈસ્ટ્રોઇંડેસ્ટાઇન સમસ્યા
ગૈસ્ટ્રોઇંડેસ્ટાઇન સમસ્યાઓ, જેમ કે આંતરડાની બળતરા અથવા ગેસ્ટ્રોએસોફેજલ રિફ્લક્સના કારણે છાતીમાં દુખાવો થાય છે.