Get The App

Children's Day 2020 : જાણો, પંડિત જવાહરલાલ નહેરૂના કેટલા અમૂલ્ય વિચાર વિશે...

- દેશભરમાં નહેરૂ ચાચાના જન્મદિવસને બાલ દિન તરીકે મનાવવામાં આવે છે

Updated: Nov 13th, 2020


Google NewsGoogle News
Children's Day 2020 : જાણો, પંડિત જવાહરલાલ નહેરૂના કેટલા અમૂલ્ય વિચાર વિશે... 1 - image

નવી દિલ્હી, તા. 14 નવેમ્બર 2020, શનિવાર 

14 નવેમ્બર 1889માં પ્રયાગરાજ, ઉત્તરપ્રદેશમાં દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરૂનો જન્મ થયો હતો. દેશભરમાં તેમના જન્મદિવસને બાલ દિવસ તરીકે મનાવવામાં આવે છે. પંડિત નહેરૂને બાળકો પ્રત્યે ખૂબ જ લગાવ રહેતો. બાળકો પંડિત નહેરૂને ચાચા નહેરૂથી ઓળખતાં હતા. પંડિત જવાહરલાલ નહેરૂનો જન્મ કાશ્મીરી બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. પંડિત નહેરૂ વહીવટી ક્ષમતાઓ તથા શિષ્યવૃત્તિ માટે જાણિતાં હતા. પંડિત જવાહરલાલ નહેરૂનુ ભારતની આઝાદીમાં વિશેષ યોગદાન રહ્યું છે. જાણો, બાળ દિવસ અને પંડિત નહેરૂના જન્મદિવસે તેમનાં કેટલાક અમૂલ્ય વિચાર વિશે... 

કળા

- લોકોની કળા તેમના મનના વિચારોને દર્શાવે છે.

શાંતિ અને વ્યવસ્થા

- જે વ્યક્તિને બધુ જ મળી જાય છે, તે હંમેશા શાંતિ અને વ્યવસ્થાના પક્ષમાં રહે છે. 

સુખી જીવન

- સુખી જીવન માટે શાંતિમય વાતાવરણનું હોવું જરૂરી છે. 

ઇતિહાસ બદલી શકાય નહીં

- દીવાલ પરના ચિત્રોને બદલીને આપણે ઇતિહાસના તથ્યોને બદલી શકતા નથી. 

સફળતા

- કોઇ પણ કાર્યને લગન અને કુશળતા પૂર્વક કરવાથી જ સફળતા મળે છે. સફળતા તુરંત મળતી નથી, સફળતા માટે રાહ જોવી પડે છે. 

નિષ્ફળતા

- જ્યારે વ્યક્તિ પોતાના આદર્શો, ઉદ્દેશ્યો અને સિદ્ધાંતોને ભૂલી જાય છે ત્યારે તેને નિષ્ફળતા જ મળે છે. 

સંકટ

- સંકટના સમયે નાનામાં નાની વાતનું પણ મહત્ત્વ હોય છે. 

લોકશાહી

- લોકશાહી સારી છે કારણ કે અન્ય સિસ્ટમો તેનાથી વધારે ખરાબ છે. 

સંસ્કૃતિ 

- મન અને આત્માનું વિસ્તરણ છે સંસ્કૃતિ. 

નાગરિકતા 

- દેશની સેવામાં જ હોય છે નાગરિકતા. 


Google NewsGoogle News