શિયાળાની ઋતુમાં હળદરવાળું દુધ પીવાથી રહેશો બીમારીઓથી દુર

Updated: Jan 25th, 2024


Google NewsGoogle News
શિયાળાની ઋતુમાં હળદરવાળું દુધ પીવાથી રહેશો બીમારીઓથી દુર 1 - image

Image:Freepik

નવી મુંબઇ,તા. 25 જાન્યુઆરી 2024, ગુરુવાર 

શિયાળાની ઋતુમાં શરદી, ઉધરસ અને વાયરલ અને બેક્ટેરિયલ ઈન્ફેક્શનનો ખતરો વધુ રહે છે. તેથી લોકો પોતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખે છે. હેલ્થી ફુડની સાથે સાથે યોગ અને પ્રાણાયામ પણ કરતાં હોય છે. ઘણા લોકોને રાત્રે દુધ પીધા બાદ સુવાની આદત હોય છે. 

જો કે, જો દરરોજ રાત્રે સૂતા પહેલા નવશેકા દૂધમાં માત્ર એક ચપટી હળદર મિક્સ કરીને સેવન કરવાથી સ્વાસ્થ્ય માટે અઢળક લાભ મળી શકે છે. હળદરવાળું દૂધ તમને ઘણી બીમારીઓથી બચાવે છે અને તમારા શરીરને ફિટ અને સ્વસ્થ બનાવી શકે છે. હળદરમાં ઔષધીય ગુણ હોય છે, જે અનેક રોગોથી બચવામાં મદદરૂપ સાબિત થાય છે. 

નિષ્ણાતોના મતે હળદર મિશ્રિત દૂધ પીવાથી શરદીની તીવ્રતા ઓછી થાય છે અને સિઝનલ ફ્લૂથી ઘણી હદ સુધી રાહત મળે છે. આ દૂધ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં પણ રામબાણ સાબિત થઈ શકે છે.

દુધ પીવાથી હાડકા તો મજબુત થાય જ છે. દુધમાં કેલ્શિયમ હોવાની સાથે હળદરમાં પણ એવા ગુણ હોય છે જે તમારી રોગપ્રતિકારક શક્તિ મજબુત બનાવે છે. 

ડાયેટિશિયનના જણાવ્યા અનુસાર, હળદરમાં કર્ક્યુમિન અને ફ્લેવોનોઈડ હોય છે, જે ઠંડા હવામાનમાં ફ્લૂ સામે રક્ષણ આપે છે. જો તમે રાત્રે એક ચપટી હળદર મિક્સ કરીને નવશેકા દૂધનું સેવન કરો છો તો તમને શરદી, ઉધરસ અને વાયરલ ઈન્ફેક્શનથી રાહત મળી શકે છે.

હળદરનું દૂધ શરીર માટે એન્ટિબાયોટિકનું કામ કરે છે અને તે બેક્ટેરિયલ ચેપ સામે પણ રક્ષણ આપે છે. આ સિવાય તેમાં એન્ટિસેપ્ટિક અને હીલિંગ ગુણધર્મો છે, જે શરીરને તંદુરસ્ત કરવામાં મદદ કરે છે. 

તમને જાણીને નવાઈ લાગશે કે હળદરનું દૂધ દરેક ઋતુમાં પી શકાય છે, પરંતુ તે શિયાળામાં સૌથી વધુ ફાયદાકારક છે. હળદરમાં તાસીર ગરમ હોય છે અને હળદરનું દૂધ શરદીથી રાહત આપે છે. ઉનાળામાં તેનું વધુ પડતું સેવન કરવું સારું માનવામાં આવતું નથી. 

જો તમે શિયાળાનો ભરપૂર આનંદ માણવા માંગતા હોવ તો એક ગ્લાસ દૂધમાં એક ચપટી હળદર સાથે કાળા મરીનો પાવડર બરાબર મિક્ષ કરીને પીવો. કાળી મરી સ્વાસ્થ્ય માટે પણ અગણિત ફાયદા આપી શકે છે અને હળદરનું દૂધ સૂતા સમયે પીવું જોઈએ. દિવસમાં માત્ર એક જ વાર પીવું જોઈએ. 


Google NewsGoogle News