Get The App

હોળી 2021 : કેમિકલયુક્ત જોખમી રંગોથી વાળને થશે નુકશાન, હેરકેર ટિપ્સથી આ રીતે વાળનું રક્ષણ કરો

Updated: Mar 28th, 2021

GS TEAM


Google News
Google News
હોળી 2021 : કેમિકલયુક્ત જોખમી રંગોથી વાળને થશે નુકશાન, હેરકેર ટિપ્સથી આ રીતે વાળનું રક્ષણ કરો 1 - image

નવી દિલ્હી, તા. 28 માર્ચ 2021, રવિવાર 

કેમિકલવાળા રંગથી વાળ ઘણા ડેમેજ થઇ જાય છે. એવામાં વાળની દેખભાળ માટે રંગોથી રમતા પહેલા આ ઉપાય અજમાવી જુઓ. 

ખુલ્લા વાળમાં ન રમશો હોળી

વાળની દેખભાળ માટે હોળીના દિવસે વાળને ખુલ્લા ન રહેવા દેશો. ખુલ્લા વાળમાં રંગ સરળતાથી મૂળ સુધી પહોંચી જાય છે જેનાથી વાળ વીક થઇ શકે છે. હોળી રમવાથી વાળમાં નારિયેળ તેલથી મસાજ કરો. નારિયેળ તેલ ઉપરાંત તમે ઑલિવ ઑઇલ, સરસવના તેલનો ઉપયોગ કરી શકો છો. 

વાળને કવર કરો

કેમિકલયુક્ત રંગોથી વાળને બચાવવા માટે નારિયેળ તેલથી વાળની માલિશ કરો, આ ઉપરાંત હોળીના દિવસે તમે વાળને કવર કરવા માટે ટોપીનો ઉપયોગ કરો. સ્ટાઈલિશ અને સુંદર દેખાવા માટે ટોપી એકદમ બેસ્ટ છે. ટોપીનો ઉપયોગ કરવાથી વાળમાંથી રંગ જશે નહીં. વાળથી રંગ દૂર કરવા માટે બેબી શેમ્પૂ અથવા તો નેચરલ શેમ્પૂનો ઉપયોગ કરો. 

ગરમ પાણીનો ઉપયોગ કરો

વાળમાંથી રંગ દૂર કરવા માટે ગરમ પાણીનો ઉપયોગ ન કરશો. ગરમ પાણીનો ઉપયોગ કરવાથી વાળ ઘણા ડેમેજ થઇ જાય છે. ગરમ પાણીને યૂઝ કરવાથી વાળ ડ્રાઇ થઇ જાય છે. હેરવૉશ કર્યા બાદ વાળમાં બ્લોઅરનો ઉપયોગ ન કરશો પરંતુ વાળને નેચરલી સુકાવવા દો. 

આ રીતે વાળમાંથી કલરને દૂર કરો

હોળી રમ્યા બાદ વાળમાંથી સુકો રંગ દૂર કરવા માટે વાળને સારી રીતે બ્રશ કરી લો. કાંસકો અથવા બ્રશ કરવાથી માથામાં જમા રંગને દૂર કરવામાં મદદ મળશે. જો તમે ભીના રંગથી હોળી રમ્યા છે તો તમારે સાદા પાણીથી હેરવૉશ કરવા. ત્યારબાદ શેમ્પૂનો ઉપયોગ કરવો. ત્યારબાદ વાળને સાદા પાણીથી સાફ કરો. 

Tags :