છોકરીઓના વાળ આ ભૂલને કારણે પણ તૂટે, નીતા અંબાણી-કેટરિનાના હેરસ્ટાઈલિસ્ટનું સૂચન
Image: Freepik
Hair Fall: મહિલાઓને વાળ ખરવાની ખૂબ ફરિયાદ હોય છે. ખાસ કરીને ત્યારે જ્યારે તે વાળ ઓળે છે, બેન્ડ લગાવે છે કે વાળમાં ક્લચર લગાવે છે કે બન બનાવે છે. દરમિયાન તે પોતાની હેર સ્ટાઈલિંગ સમયે એક ભૂલ કરે છે જેના કારણે તેમના વાળ તૂટે છે. તાજેતરમાં જ એક સેલેબ્સ હેરસ્ટાઈલિસ્ટે આ વિશે જણાવ્યું છે. નીતા અંબાણી, કેટરીના કૈફ અને આલિયા ભટ્ટ જેવી ઘણી હસ્તીઓના હેરસ્ટાઈલિસ્ટ અમિત ઠાકુરે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે.
અમિતે પોતાના વીડિયોમાં જણાવ્યું કે 'મહિલાઓ જે વાળને પોનીટેલ બનાવે છે તે તેમના વાળને કેવી રીતે નુકસાન પહોંચાડે છે. જો તમે નિયમિત રીતે પોતાના વાળમાં ખૂબ ટાઈટ પોનીટેલ બનાવો છો તો તમારા વાળ તૂટવા અને ખરવાનું જોખમ રહે છે. વાળને ખેંચવાથી મૂળ પર દબાણ પડે છે. તેનાથી તમારા વાળના રોમને નુકસાન પહોંચી શકે છે જેનાથી વાળ ખરવા લાગે છે. ટાઈટ પોનીટેલથી પણ વાળ ખરવાનું વધી જાય છે. આ ટ્રેક્શન એલોપેસિયા નામની સ્થિતિ પેદા કરી શકે છે. ટ્રેક્શન એલોપેસિયા ત્યારે થાય છે જ્યારે વાળને નિયમિત રીતે પાછળની તરફ ખેંચીને પોનીટેલ કે ચોટલો કે કોર્નરોજમાં બાંધવામાં આવે છે. ટ્રેક્શન એલોપેસિયાના શરૂઆતી લક્ષણોમાં ખાસ કરીને માથા, ગરદનની આસપાસના વાળ ખરવા કે હેરલાઈનનું પાછળ હટવું સામેલ છે.
આ પણ વાંચો: ન્હાતા પહેલા માથામાં તેલ લગાવવું જોઇએ કે નહીં? જાણો સેલિબ્રિટી ડર્મેટોલોજિસ્ટનો જવાબ
વધુ ગંભીર મામલામાં ટ્રેક્શન એલોપેસિયાથી માથાની સ્કિન પર અલ્સર અને ત્વચા પર દાગ પડી શકે છે. તેનો અર્થ એ નથી કે આપણે પોનીટેલ કે બન બિલકુલ નથી બનાવવાના. તેના બદલે તમે તમારી પોનીટેલ બાંધો છો તો એ વાતનું ધ્યાન રાખો કે હેરલાઈન થોડી લૂઝ હોય. જો તમારા વાળ ઉઠેલા લાગી રહ્યાં છે તો તેને સ્લીક લુક આપવા માટે હેરસ્પ્રે કે ક્રીમ જેવી પ્રોડક્ટ લગાવી શકો છો. ક્યારેક ટાઈટ હેરસ્ટાઈલ કરવી ઠીક છે પરંતુ તમારી ત્વચાની જેમ તમારે પોતાના વાળને પણ શ્વાસ લેવા દેવો જોઈએ તેથી વાળને ખુલ્લા પણ છોડવા જોઈએ.'