બદલાતી ઋતુમાં આદુવાળી ચામાં બે વસ્તુ નાખીને પીવો, શરદી અને ઉધરસમાં આપશે રાહત
Coughs and Irritating Throats: બદલાતી ઋતુ શરદી, ઉધરસ અને ઘણા મોસમી ચેપ આપણને પરેશાન કરવા લાગે છે. જો અત્યારના વાતાવરણની વાત કરીએ તો સવારે ઠંડો પવન હોય છે તો બપોરે અત્યંત ગરમી, એમાં પણ જે લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તો તો તેમને આ બદલાતા વાતાવરણથી વધુ ઝડપથી અસર થાય છે. આવી સ્થિતિમાં, બદલાતા વાતાવરણ વચ્ચે, પોતાને સ્વસ્થ રાખવું ખૂબ જ જરૂરી છે.
આ વાતાવરણમાં કોઈ લોકો સૂકી ઉધરસથી તો કોઈ કફથી હેરાન છે. એવામાં બદલાતી ઋતુઓ વચ્ચે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરીને મોસમી એલર્જી સામે રક્ષણ આપવા માટે લગભગ તમામ ઘરોમાં ઘણા ઉપાયો અજમાવવામાં આવ્યા છે.
આદુની ચામાં આ 2 વસ્તુઓ અવશ્ય મિક્સ કરો
આદુનો રસ પીવાથી કફ અને શરદીની સમસ્યા નથી થતી, તેમાં એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે. આ ઉપરાંત તમે આદુના રસમાં તુલસી પણ ઉમેરી શકો છે. તુલસીમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીવાયરલ ગુણ હોય છે, જે શરદી અને ફ્લૂ જેવી બીમારીઓથી બચાવે છે. આ બંને વસ્તુ આદુના રસમાં અથવા તો આદુવાળી ચામાં મિક્સ કરવાથી પીવામાં ફાયદો થાય છે.
બદલાતી ઋતુમાં ગોળ પણ ફાયદાકારક
આ ઉપરાંત ગોળમાં ભરપૂર માત્રામાં આયર્ન જોવા મળે છે, જે શરીરને શક્તિ આપે છે. તેમજ ગોળ શ્વસન પ્રક્રિયા અને ફેફસાંને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરે છે. ગોળ શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરે છે અને શરીરને હૂંફ આપે છે.