વહેલી સવારે ઉઠીને જરૂર કરો આ 5 કામ, દિવસભર રહેશો સ્વસ્થ
નવી મુંબઇ,તા. 29 ડિસેમ્બર 2023, શુક્રવાર
ઠંડીની સિઝનની શરૂઆત થઇ ગઇ છે. તેથી આ સિઝનમાં ઘણા લોકો આળસુ બની જતા હોય છે કારણ કે આ કડકડતી ઠંડીમાં ઝલ્દી ઉઠીને કામ પતાવવાની ઇચ્છા ઓછા લોકોની થાય છે. પરંતૂ આજ સિઝનમાં જલ્દી જાગીને કસરત કે યોગ કરવા જોઇએ. વહેલા જાગવાથી તમારા ઘણા કાર્યો સમયસર પૂર્ણ થાય છે. તે જ સમયે, તમારું શરીર પણ ખૂબ સક્રિય રહે છે. વહેલા ઉઠવાથી શરીરને ઘણા ફાયદાઓ થાય છે.
1. ચાલવા જવું
આ ઠંડીમાં સવારે વહેલા ઉઠવાની આદત પાડો. દરરોજ ઓછામાં ઓછી 30 મિનિટ ચાલવા જાઓ. દરરોજ સવારે ચાલવાથી તમારું માનસિક સ્વાસ્થ્ય વધે છે. આ ઉપરાંત શરીરના વજનને પણ નિયંત્રિત કરી શકાય છે. સવારે વહેલા ઉઠવાથી અથવા ચાલવા જવાથી તમને તાજી હવા મળે છે, જે ફેફસાના સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી હોઈ શકે છે.
2. સૂકા ફળોથી દિવસની શરૂઆત કરો
જો તમે દરરોજ ડ્રાય ફ્રૂટ્સનું સેવન કરો છો, તો તમારા શરીરને તેમાંથી પુષ્કળ પ્રમાણમાં ફાઈબર મળી શકે છે. તમે રોજ બદામ, અખરોટ, કિસમિસ જેવા ડ્રાય ફ્રૂટ્સ પલાળી અને ખાઈ શકો છો.વધુમાં, સૂકા ફળોમાં ઓમેગા-3 ફેટી એસિડ ભરપૂર માત્રામાં હોય છે, જે માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું માનવામાં આવે છે.
3.સ્ટ્રેચિંગ- તમારા રૂટિનમાં સ્ટ્રેચિંગનો સમાવેશ કરો
સવારે વહેલા ઉઠ્યા પછી સ્ટ્રેચિંગ કરવાથી તમારું શરીર ફિટ રહે છે. તે સ્નાયુઓને વેગ આપે છે. તે હાડકાના વિકાસમાં પણ સુધારો કરી શકે છે. આ ઉપરાંત શરીરનું વજન પણ ઘટી શકે છે. જો તમે દરરોજ સવારે સ્ટ્રેચિંગ કરો છો, તો તે તમને લાંબા સમય સુધી ફિટ રાખે છે.
4. તાજી હવામાં શ્વાસ લો
સવારે ઉઠ્યા પછી રૂમની બહાર જાઓ અને થોડીવાર તાજી હવામાં બેસીને શ્વાસ લો. તાજી હવામાં શ્વાસ લેવાથી તમારું માનસિક સ્વાસ્થ્ય સુધરે છે સાથે સાથે ફ્રેશ ફિલ કરાય છે. ફેફસાં પણ સારી રીતે કામ કરી શકે છે. એટલું જ નહીં, તે બ્લડ સર્કુલેશન પણ સુધારી શકે છે.
5. પાણીનું સેવન
વહેલા ઉઠ્યા પછી દિવસની શરૂઆત 1 ગ્લાસ પાણીથી કરો. પાણી પીધા પછી જ ચા કે કોફીનું સેવન કરો. જો તમે દિવસની શરૂઆત પાણીથી કરો છો, તો તે તમારા શરીરને હાઇડ્રેટ રાખે છે. જો તમને પાણીનો સ્વાદ ન ગમતો હોય અથવા પાણી પીવાનું મન ન થતું હોય તો તમે તેમાં લીંબુ, મધ અને હળદર મિક્સ કરીને પી શકો છો. આનાથી ઘણો ફાયદો થશે.