Get The App

ઘરે તૈયાર કરો આ ચટણી, નસોમાં જામેલું બેડ કોલેસ્ટ્રોલ ફટાફટ થઈ જશે સાફ!

Updated: Mar 11th, 2025


Google News
Google News
ઘરે તૈયાર કરો આ ચટણી, નસોમાં જામેલું બેડ કોલેસ્ટ્રોલ ફટાફટ થઈ જશે સાફ! 1 - image


Garlic Chutney : જો તમારું ખરાબ કોલેસ્ટ્રોલ વધેલું હોય તો તેને કન્ટ્રોલ કરવા માટે તમારા ખોરાકમાં લસણને સામેલ કરો. લસણ આપણા પરંપરાગત ભોજનમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. પરંતુ આ બેડ કોલેસ્ટ્રોલને કન્ટ્રોલ કરવા માટે જરુરી છે. કેટલાક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, રોજ લસણ ખાવાથી એલડીએલ કોલેસ્ટ્રોલ 9 ટકા સુધી ઓછું થઈ શકે છે. લસણ HDL કોલેસ્ટ્રોલના લેવલને વધારે છે. જેને સારું કોલેસ્ટ્રોલ કહેવામાં આવે છે. આજે તમને આવી જ એક ચટણીની રેસીપી બતાવવા જઈ રહ્યા છીએ, જે ખાઈ તમે સ્વસ્થ રહી શકો છો. તમારું કોલેસ્ટ્રોલ તો ઓછું થશે જ, સાથે સાથે શરદી -તાવમાં પણ રાહત મળશે.

આ પણ વાંચો : હાઈ કોલેસ્ટ્રોલ કાબૂમાં લેવા બસ રોજ આટલી મિનિટ વોકિંગ કરો, ફાયદા જોઈને ચોંકી જશો

લસણ કોલેસ્ટ્રોલને કન્ટ્રોલ કરવામાં ફાયદાકારક 

લસણ ખરાબ કોલેસ્ટ્રોલને બનતા અટકાવે છે અને તે ઉપરાંત શરીરમાંથી કોલેસ્ટ્રોલના લેવલને ઓછું કરવામાં મદદ કરે છે. લસણમાં એલિસિન રહેલું છે, જે સલ્ફર આધારિત યૌગિક છે, જે લસણને કાપવાથી, પીસવાથી કે ચાવવાથી નીકળે છે. લસણની કળીઓમાં એલિસિન અને સલ્ફર રહેલા છે. જે શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરે છે. તે તમારા હૃદયને પણ સ્વસ્થ રાખે છે. ઇજિપ્તીયન, બેબીલોનીયન, ગ્રીક, રોમનોથી લઈને ચીની અને હિન્દુસ્તાની સુધીના પરંપરાગત જ્ઞાનમાં લસણના કળીઓના ગુણધર્મોની ચર્ચા કરવામાં આવી છે. તેના સલ્ફર સંયોજનો પેટમાં ઉતરતાંની સાથે જ શરીરના તમામ ભાગોમાં પહોંચી જાય છે, અને પોતાનું કામ કરવાનું શરુ કરી દે છે.

આ પણ વાંચો : શરીરમાં નથી બની રહ્યું લોહી? તો દરરોજ કરો આટલી ખજૂરનું સેવન, નહીં પડે ક્યારેય દવાની જરૂર!

લસણની ચટણી બનાવવાની રેસીપી

સૌથી પહેલા લસણની કળીઓને સારી રીતે ધોઈ લો. આ સાથે 4-5 લીલી મરચાં અને આદુના ટુકડા કરાને તેને લસણની કળીઓ સાથે પીસી નાખો. હવે ગેસ પર કઢાઈમાં તેલ ગરમ કરો. આ તેલમાં જીરુ અને રાઈ અને લાલ મરચાં નાખીને વઘાર કરો. થોડીવાર ગેસ પર પકવો એટલે તીખી ચટણી તૈયાર થઈ જશે. આ ચટણીને રોટલી અથવા ભાખરી સાથે ખાવાથી ટેસ્ટી લાગશે. આ ઉપરાંત તમે તેને દાળ-ચોખા સાથે પણ ખાઈ શકો છો. 

Tags :
Garlic-ChutneyCholesterolhome-recipe

Google News
Google News