ખાવા-પીવાની વસ્તુઓથી દૂર થાય છે કેન્સર! સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ફૂડ અંગે ડૉક્ટરે આપી માહિતી
Image:Freepik
નવી દિલ્હી,તા. 31 જાન્યુઆરી 2024,બુધવાર
આલ્કોહોલ અને ધૂમ્રપાનનું સેવન કરતા લોકોને કેન્સર થાય છે. પરંતુ આ રોગ પાછળ પોષણનો ફાળો જોવા મળ્યો છે. જ્યારે પણ વ્યક્તિ કાર્સિનોજેન્સના સંપર્કમાં આવે છે ત્યારે કેન્સર થાય છે અને તેનાથી બચવા માટે પોષણ ખૂબ જ જરૂરી છે.
ડૉક્ટરના અનુસાર એવો કોઈ આહાર નથી કે, જે કેન્સરને સંપૂર્ણપણે અટકાવી શકે, જો કે સારો, સંતુલિત આહાર સામાન્ય સ્વાસ્થ્યને સુધારી શકે છે. જેના કારણે કેન્સરનું જોખમ અમુક હદ સુધી ઘટાડી શકાય છે.
ડૉક્ટરો જણાવ્યા પ્રમાણે આ બીમારીના લક્ષણો, કારણો અને બચાવ તેમજ સારવાર...
પ્લાન્ટ બેસ્ડ ડાઇટ
- તમારા આહારમાં પર્યાપ્ત માત્રામાં પાંદડાવાળા લીલા શાકભાજી ખાઓ.
- પુષ્કળ અનાજ, કઠોળ અને ફળો ખાઓ.
- લીલા ફળો અને શાકભાજીમાં વિટામિન અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે કેન્સર સામે લડી શકે છે.
- તમારા આહારમાં વિવિધ પ્રકારના ફળો અને શાકભાજીનો સમાવેશ કરો. આ ખોરાક વિટામિન્સ, ખનિજો, એન્ટીઑકિસડન્ટો અને ફાઇબરથી ભરપુર હોય છે, જે વિવિધ પ્રકારના કેન્સર સામે રક્ષણ કરવામાં મદદ કરી શકે છે.
- દ્રાક્ષ, કેરી, તરબૂચ, નારંગી, પપૈયા, પાલક, શતાવરી, બ્રોકોલી, કોબી, ફુદીનો અને ધાણા જેવા ફળો અને શાકભાજી ખાઓ. કેટલાક લોકો તેનું સેવન સૂપ અથવા જ્યુસના રૂપમાં કરે છે, પરંતુ જ્યુસ બનાવવાને બદલે તેને કાચા ખાવું વધુ સારું છે.
ઓમેગા -3 ફેટી એસિડ
ઓમેગા-3 ફેટી એસિડ્સ અથવા સપ્લીમેન્ટ્સથી ભરપૂર ખોરાક ખાવાનું શરૂ કરો. સૅલ્મોન અને સારડીન જેવી ઠંડા પાણીની માછલીઓ તેમજ અખરોટ અને શણના બીજ ઓમેગા-3 ફેટી એસિડના સારા સ્ત્રોત છે. તે બધા કેન્સર વિરોધી ગુણધર્મોને કારણે અસરકારક રીતે કેન્સર સામે લડી શકે છે.
કેન્સરની સારવાર માટે આવો આહાર લો
દહીં
તમારા આહારમાં દહીંનો સમાવેશ કરો. આ લિપિડ્સને વધુ સારી રીતે મેટાબોલાઇઝ કરવામાં સક્ષમ છે. જે કેન્સરના ખતરાને ઘટાડવામાં મદદ કરી શકે છે.
માંસનું સેવન ઓછું
માંસમાં ફાઇબર અને અન્ય પોષક તત્વોનો અભાવ હોય છે જે એન્ટિ-કાર્સિનોજેનિક હોય છે. માંસમાં ઘણી બધી ચરબી હોય છે, અને ચરબીવાળા ખોરાક, ખાસ કરીને સેચુરેટેડ ફેટ કેન્સરનું જોખમ વધારી શકે છે. કાર્સિનોજેનિક રસાયણો માંસમાં ઉભરી શકે છે આ તે બાબત પર નિર્ભર કરે છે કે, કે તેને કેવી રીતે પ્રોસેસ્ડ કરવામાં આવે છે.
આ ટિપ્સ પર પણ ધ્યાન આપો
- આદુ, લસણ, ડુંગળી, હળદર, ધાણા જેવા ખોરાક લો
- દિવસભર પાણી પીવાથી હાઇડ્રેટેડ રહો
- આલ્કોહોલ ઓછો પીવો, તેનાથી ઘણા કેન્સર થાય છે
- વજન નિયંત્રણમાં રાખો
- ધૂમ્રપાન છોડો
- ફોલિક એસિડ, વિટામીન B12, વિટામીન ડી અવશ્ય લો