Healthy Skin: હેલ્ધી સ્કિન માટે અપનાવો આ ટિપ્સ, ત્વચા દેખાશે ગ્લોઈંગ અને યંગ

Updated: Dec 13th, 2023


Google NewsGoogle News
Healthy Skin: હેલ્ધી સ્કિન માટે અપનાવો આ ટિપ્સ, ત્વચા દેખાશે ગ્લોઈંગ અને યંગ 1 - image


Image Source: Freepik

અમદાવાદ, તા. 13 ડિસેમ્બર 2023 બુધવાર

સ્કિન આપણા શરીર અને મગજનો અરીસો હોય છે. શરીરમાં કોઈ પણ ન્યૂટ્રિશનની ઉણપ હોવા પર તેની સૌથી પહેલી અસર ત્વચા પર જ જોવા મળે છે. સ્કિન ડ્રાય થવી, ચહેરા પર દાગ, દરેક સમયે ખીલ, બ્લેકહેડ્સ- વ્હાઈટહેડ્સ, ઉંમર પહેલા કરચલીઓ જેવી તમામ સમસ્યાઓ નજર આવવા લાગે છે. તેથી લોકોનું ફોકસ આરોગ્ય પહેલા ચહેરાને ચમકાવવા પર હોય છે. જે માટે આજકાલ માર્કેટમાં તમામ પ્રકારના ટ્રીટમેન્ટ્સ ઉપલબ્ધ છે પરંતુ આ દરેકના બજેટમાં ફિટ થતા નથી પરંતુ અમુક અન્ય રીત પણ છે જેને અપનાવીને તમે સ્કિનને હેલ્ધી, ગ્લોઈંગ અને લાંબા સમય સુધી યંગ રાખી શકો છો.

દરરોજ ક્લેંજિંગ, ટોનિંગ અને મોઈશ્ચરાઈઝર કરો. અઠવાડિયામાં એકથી બે વખત સ્કિનને એક્સફોલિએટ કરો અને નેચરલ વસ્તુઓથી બનેલા ફેસ પેકનો ઉપયોગ કરો. આ સિવાય ત્રણ પ્રકારના વિટામિન જેમ કે એ,સી અને ઈ પર પણ ધ્યાન આપો. આ એન્ટી ઓક્સિડેન્ટ્સથી ભરપૂર હોય છે. જે આપણી સ્કિન માટે ખૂબ જરૂરી છે. 

વિટામિન A

રેટિનોલ ધરાવતા ફેસ સીરમ વિટામિન એ થી ભરપૂર હોય છે. આ એન્ટી-એજિંગ અને સૂર્યની હાનિકારક કિરણોથી પણ બચાવમાં અસરદાર છે. બીટા કેરોટિનના સપ્લીમેન્ટ્સ લેવાથી ફાઈન લાઈન્સની સમસ્યા દૂર થાય છે.

વિટામિન C

આ વિટામિન એ ની તુલનામાં થોડા ઓછા અસરદાર હોય છે. આ ત્વચા પર એન્ટી-એજિંગ ઘટવા પર એન્ટી-પિગમેન્ટની જેમ વધુ કામ કરે છે. જો તમને ટેનિંગની મુશ્કેલી છે તો વિટામિન સી થી ભરપૂર ક્રીમ લગાવવી લાભદાયી રહેશે.

વિટામિન E

આ પણ ખૂબ સ્ટ્રોંગ એન્ટી ઓક્સિડેન્ટ હોય છે. જે સ્કિન, વાળ અને નખને હેલ્ધી રાખવાનું કામ કરે છે. આની કેપ્સ્યુલ્સ આવે છે જેને તમે ખાવા સિવાય તેની અંદરની જેલને ફેસ પેક, હેર ઓઈલમાં નાખીને પણ ઉપયોગ કરી શકો છો.

બાયોટિન

એક પ્રકારે વિટામિન બી કોમ્પ્લેક્સ વિટામિન બી 7 હોય છે, જે વાળ અને નખ માટે સારુ હોય છે.


Google NewsGoogle News