સ્ટાઈલ ટિપ્સ : આ 5 ટિપ્સ ફોલો કરો, દિવાળીના તહેવારોમાં દેખાશો ખૂબ જ સુંદર

Updated: Nov 3rd, 2023


Google NewsGoogle News
સ્ટાઈલ ટિપ્સ : આ 5 ટિપ્સ ફોલો કરો, દિવાળીના તહેવારોમાં દેખાશો ખૂબ જ સુંદર 1 - image


                                                       Image Source: Freepik

અમદાવાદ, તા. 03 નવેમ્બર 2023 શુક્રવાર

ફેસ્ટિવ સીઝનની શરૂઆત થઈ ચૂકી છે. દિવાળીની સાથે-સાથે મહિનામાં ધનતેરસ, ભાઈબીજ અને છઠ પૂજાનો તહેવાર પણ મનાવવામાં આવશે. દરમિયાન જો તમે આ ફેસ્ટિવ સીઝનમાં સુંદર અને યૂનિક દેખાવા ઈચ્છો છો તો આ માટે જરૂરી છે કે તમે અમુક વાતોનું ધ્યાન રાખો.

સાદગી છે જરૂરી

સુંદર અને એલિગેન્ટ લુક માટે સાદગી ખૂબ જરૂરી હોય છે. ફેસ્ટિવ સીઝનમાં તમે ઓછી એમ્બ્રોડરી વાળી સાડી પસંદ કરો. ઓછી જ્વેલરી પહેરો. હેવી જ્વેલરી સાથે તમે લાઈટ સાડી પહેરો.

કલર છે ખૂબ જરૂરી 

બદલાતા સમયની સાથે હવે પેસ્ટલ કલરનો ટ્રેન્ડ ખૂબ વધુ ચાલી રહ્યો છે. લાઈટ અને પેસ્ટલ કલર ફેસ્ટિવ સીઝનમાં ખૂબ લગ્ઝરી લાગે છે. તમે જે પણ કલર પસંદ કરો તે જણાવે છે તમે કેવી વ્યક્તિ છો.

મિનિમમ મેકઅપ લુક

અત્યારે સમય બદલાઈ ચૂક્યો છે. હવે સુંદર દેખાવા માટે તમારે વધુ મેકઅપની જરૂર નથી. તમે ઓછા મેકઅપમાં પણ સુંદર નજર આવી શકો છો.

ફેબ્રિકની યોગ્ય પસંદગી

ફેસ્ટિવલમાં સુંદર દેખાવા માટે જરૂરી છે કે તમે એવા ફેબ્રિકની પસંદગી કરો જે તમારી સ્કિન પર મેચ કરતુ હોય. એવુ ફેબ્રિક લો જેને પહેરીને તમને આરામદાયક અનુભવ થાય. ફેબ્રિક ટ્રેન્ડી હોવાની સાથે જ ઈઝી ટુ મેઈન્ટેન પણ હોવુ જોઈએ. 

મિક્સ એન્ડ મેચ

આજકાલ મિક્સ એન્ડ મેચનો સમય છે. તો મેચિંગા ચક્કરમાં પડવાના બદલે તમે મિક્સ એન્ડ મેચ પણ કરી શકો છો. આવુ કરવાથી તમારો લુક વધુ સારો નજર આવશે. તમે પ્લેન શૂટ સાથે હેવી દુપટ્ટો કેરી કરી શકો છો.


Google NewsGoogle News