બાળકોની અંગ્રેજી શિખવવા માટે આ 5 સક્સેસફુલ ટિપ્સ અપનાવો, ફટાફટ બોલશે ઈંગ્લિશ

Updated: Oct 16th, 2023


Google NewsGoogle News
બાળકોની અંગ્રેજી શિખવવા માટે આ 5 સક્સેસફુલ ટિપ્સ અપનાવો, ફટાફટ બોલશે ઈંગ્લિશ 1 - image

Image: Freepik

નવી મુંબઇ,તા.16 ઓક્ટોબર 2023, સોમવાર 

દુનિયામાં અલગ અલગ પ્રકારની ભાષા બોલતા લોકો તમને જોવા મળી જશે. દેશ પ્રમાણે ત્યાં વસતા લોકોના આધારે ભાષા બોલવામાં આવે છે, ઘણી ભાષાઓ તો એવી છે જે લુપ્ત થઇ ગઇ છે. ભારતમાં મોટે ભાગે હિન્દી બોલવામાં આવે છે, તેમ છતાં શાળાઓ અને ઓફિસોમાં મોટાભાગની વાતચીત અંગ્રેજીમાં થાય છે. આ જ કારણ છે કે, નાના બાળકોને અંગ્રેજી શીખવવા પર ભાર મૂકવામાં આવે છે. જેથી તેઓ વયની સાથે અંગ્રેજી બોલવાની કુશળતા વિકસાવે છે. જો તમે ઈચ્છો છો કે, તમારું બાળક અંગ્રેજી બોલવામાં અને લખવામાં પરફેક્ટ બને તો તમે કેટલીક ટિપ્સ અપનાવી શકો છો.

અંગ્રેજી બોલવા માટે પ્રેરિત કરો

બાળકના પ્રથમ શિક્ષકો હંમેશા તેમના માતાપિતા હોય છે. આવી સ્થિતિમાં માતા-પિતાએ આ સમયનો સદુપયોગ કરીને બાળકો સાથે તમે જે ભાષા શીખવવા માંગો છો તેમાં ઘણી વાત કરવી જોઈએ. ધીરે ધીરે તેને આદત પડી જાય છે. જ્યારે બાળક થોડું-થોડું અંગ્રેજી શીખી લે પછી માતા પિતાએ તેની સાથે અંગ્રેજીમાં વાતચીત કરવી જોઇએ.

નાની ઉંમરે શીખવો

તમારા બાળકને શરૂઆતના દિવસોમાં અંગ્રેજી બોલતા શીખવશો તો તેને નાની ઉંમરમાં જ ભાષાનું જ્ઞાન થશે. કારણ કે, બાળકનું મગજ પાંચ વર્ષની ઉંમર સુધીમાં સંપૂર્ણ રીતે વિકસિત થઈ જાય છે. 

વાંચનની આદત બનાવો

બાળક રાતે સુતુ હોય ત્યારે તે સમયે તેની સામે વાંચવાની ટેવ કેળવવી એ શ્રેષ્ઠ બાબતોમાંની એક છે. અંગ્રેજી શીખવવાની આ એક સરળ રીત છે. આના દ્વારા બાળકો ભાષા સારી રીતે શીખે છે અને સમજે છે. ધીરે ધીરે બાળકને પણ તે વાંચવાનુ કહો તેથી તેના શબ્દોનું ઉચ્ચારણ પણ સુધરશે. 

અંગ્રેજી ગીતો સાંભળો

ગીતો એ વ્યક્તિનો મૂડ તરત બદલવાનો શ્રેષ્ઠ માર્ગ છે. તમારા બાળકને અંગ્રેજી શીખવવા માટે, તમે તેને અંગ્રેજી ગીતો, અંગ્રેજી ફિલ્મો, કાર્ટૂન બતાવી શકો છો. નાના બાળકને અંગ્રેજી કવિતા અને મોટા બાળકને અંગ્રેજી ગીતો સંભળાવવાની આદત પાડો. આથી બાળકોને વાક્યો અને શબ્દોનો ઉપયોગ કેવી રીતે કરવો તે શીખવામાં મદદ કરશે. 

ઇંગ્લિશમાં રમો

તમારા બાળકને તેમની શબ્દભંડોળ વિકસાવવામાં અને શબ્દો, ઉચ્ચારણનું જ્ઞાન વધારવામાં મદદ કરવા માટે શબ્દ રમતો રમવી એ એક મનોરંજક રીત છે. તમે બાળકો સાથે ક્રોસવર્ડ્સ રમી શકો છો.


Google NewsGoogle News