ઓફિસમાં સુંદર અને અલગ દેખાવવા માટે ફોલો કરો આ 4 Makeup ટિપ્સ

Updated: Oct 18th, 2023


Google NewsGoogle News
ઓફિસમાં સુંદર અને અલગ દેખાવવા માટે ફોલો કરો આ 4 Makeup ટિપ્સ 1 - image


                                                               Image Source: Freepik

અમદાવાદ, તા. 18 ઓક્ટોબર 2023 બુધવાર

વર્કિંગ વુમન ઉપર જવાબદારીઓ વધુ હોય છે. તેમને ઓફિસની સાથે-સાથે ઘરના કાર્યો પર પણ ધ્યાન આપવાનું હોય છે. દરમિયાન ઘણી વખત તેમનુ પોતાનું કામ રહી જાય છે. જેમ કે સવારે એટલો સમય રહેતો નથી કે તમે આરામથી તૈયાર થઈ શકો. દરમિયાન મેકઅપ કરવાનો અને પોતાના વાળ ઓળાવવાનો પણ સમય રહેતો નથી. 

ઓફિસ જવા માટે 5 મિનિટમાં મેકઅપ કેવી રીતે કરવો

1. સનસ્ક્રીન સાથે ફાઉન્ડેશન લગાવો

સૌથી પહેલા તમારે પોતાની સ્કિન પર ફાઉન્ડેશનની સાથે સનસ્ક્રીન મિક્સ કરીને લગાવવાનું છે. આ તમારી સ્કિનમાં થોડી લાઈટ સાથે તડકાથી થતા નુકસાનોથી પણ બચાવવામાં મદદ કરશે. જોકે, તમે પ્રાઈમર પણ લગાવી શકો છો પરંતુ ફાઉન્ડેશનની સાથે સનસ્ક્રીન મિક્સ કરીને લગાવવાનો વધુ ફાયદો છે. આ માટે જેલ કે ક્રીમવાળા ફાઉન્ડેશનનો ઉપયોગ કરો.

2. આઈ લાઈનર લગાવો

ઓફિસ જવા માટે તમે આઈ લાઈનર લગાવીને તાત્કાલિક પોતાને અલગ લુક આપી શકો છો. આ તમારી આંખોની સુંદરતા વધારવાની સાથે તમને થોડો ફ્રેશ લુક આપવામાં મદદ કરે છે. તેનાથી તમે થાકેલા અને ચિંતિત દેખાતા નથી. સાથે જ તમારી આંખો અલગથી ઉભરી આવે છે. તમે કાજલ પણ લગાવી શકો છો.

3. લિપસ્ટિક લગાવો

લિપસ્ટિક તાત્કાલિક તમારા ચહેરાને એક અલગ જ લુક આપે છે. તેનાથી તમે ગ્લેમરસ નજર આવો છો. સુંદર રંગોમાં લિપસ્ટિકની પસંદગી કરો અને અલગથી પ્રોફેશનલ દેખાવ. જોકે, ઓફિસ માટે તમે આછા કલરની લિપસ્ટિકને પણ લગાવી શકો છો. 

4. સામાન્ય બ્લશ કરો

જે બાદ પોતાના ચહેરાની સુંદરતા વધારવા અને મેકઅપને બેલેન્સ કરવા માટે થોડુ બ્લશ કરો. જે બાદ તમારે પોતાના વાળને સ્ટ્રેટ રાખવાના છે કે બન બનાવવાના છે જેમ ઈચ્છો તેમ રાખી શકો છો. હવે તમે ઓફિસ જવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છો. તો બસ આ ટિપ્સને ફોલો કરીને તમે 5 મિનિટમાં ઓફિસ જવા માટે તૈયાર થઈ જાવ.


Google NewsGoogle News