Jaquar Groupની Essco બ્રાન્ડ, નાના બાથરૂમ માટે મોટા સપનાં...
આજનું ભારત ઝડપથી આધુનિક જીવનશૈલી અપનાવી રહ્યું છે, જેમાં નાનકડા બાથરૂમનો મહત્તમ ઉપયોગનો પડકાર ઝીલી લેવો એક પડકાર છે. Jaquar Groupની Essco બ્રાન્ડ 1960થી આ પડકાર ઝીલી રહી છે, જે ઊંચી અપેક્ષાઓ ધરાવતા એક નાનકડા ઘરમાલિકના સાથીદારના રૂપમાં ઊભરીને સામે આવી છે.
સ્પેસ ઓપ્ટિમાઇઝેશનની દુનિયામાં એસ્કોના ઉત્પાદનો ભારતીય પરિવારોની જરૂરિયાતોની સમજનો પુરાવો છે. છેલ્લા છ દાયકાથી પણ વધુ સમયથી એસ્કો ભારતના ઘરોના નાનકડા બાથરૂમની મુશ્કેલીનો ઉપાય આપી રહી છે. આ બ્રાન્ડની ડિઝાઈનો દર્શાવે છે કે, કેવી રીતે ઘરના એક નાનકડા ખૂણાને કેવી રીતે સ્વર્ગીય શાંતિની અનુભૂતિ આપતા ખૂણામાં પરિવર્તિત કરી શકાય છે. એસ્કોની આ 60 વર્ષની સફર ઘરમાલિકોની જરૂરિયાતો અને સપનાંનું પ્રતિબિંબ છે, જેમને ફક્ત બાથરૂમ ફિટિંગ્સ નહીં પણ કંઈક વિશેષ જોઈએ છે. એસ્કોની ક્લાસિક ડિઝાઈન અને એડવાન્સ ટેક્નોલોજી ઊંચા સપના જોનારાના હૃદયમાં રાજ કરે છે, ભલે પછી તેઓ નાનકડા ઘરમાં રહેતા હોય.
એસ્કોએ શરૂઆતથી હજારો ઘરોમાં સાબિત કરી બતાવ્યું છે કે સ્ટાઈલ અને વ્યવહારૂ જરૂરિયાતો સાથે કોઈ જ બાંધછોડ કરવાની જરૂર નથી. એસ્કોના બાથ ફિટિંગ્સ, વોટર હીટર અને એક્સેસરીઝની વિશાળ રેન્જ ઘરમાલિકોની દરેક જરૂરિયાતો પૂરી કરે છે. એસ્કોએ દરેક મકાનમાલિકના બાથરૂમ વિઝનની અંગત જરૂરિયાતો ઓળખી છે.
એસ્કોના નળ તેની સુંદરતા અને કાર્યક્ષમતાનું ઉત્તમ મિશ્રણ છે, જેની પાસે આકર્ષક સિંગલ લિવર વિકલ્પોથી લઈને ક્લાસિક ક્વાર્ટર-ટર્ન સુધીની તમામ ડિઝાઈન ઉપલબ્ધ છે. આ રેન્જમાંથી ગ્રાહકો તેમના માટે સંપૂર્ણપણે યોગ્ય વિકલ્પ પસંદ કરી શકે છે. એસ્કોના ઓવરહેડ અને હેન્ડ શાવરનું કલેક્શન પણ ગ્રાહકોને તેમની જરૂરિયાતો પ્રમાણે અનેક વિકલ્પો આપે છે. એસ્કોના સેનિટરીવેર સ્ટાઈલ અને હાઈજિન બંને એકસાથે આપે છે અને તેમાં પણ જરૂરિયાતો પ્રમાણેની પસંદગી કરી શકાય છે. એક બાથરૂમની સંપૂર્ણ ડિઝાઈનની સાથે તેનું વ્યવહારૂપણું વધારવા માટે એસ્કોએ ખૂબ જ વિચારપૂર્વક વિવિધ એક્સેસરીઝ પણ તૈયાર કરી છે, જેમાં ટોવેલ હોલ્ડર્સથી માંડીને સોપ ડિસ્પેન્સરનો સમાવેશ ખાય છે. બાથિંગ સ્પેસમાં સ્ટાઈલની સાથે વ્યવહારુપણું ઉમેરવા માટે એસ્કોએ દરેક ડિઝાઈન બારીકાઈથી તૈયાર કરી છે.
એસ્કોની ગુણવત્તા jaquar Groupના ઉત્કૃષ્ટ ઉત્પાદન યુનિટનું પરિણામ છે. એસ્કોના પ્રત્યેક ઉત્પાદન અત્યાધુનિક ટેક્નોલોજી, બારીકાઈથી તૈયાર કરેલી ડિઝાઈન અને ગુણવત્તા નિયંત્રણ સાથેના તમામ ઉચ્ચ માપદંડો પૂરા કરે છે. અમારા નિષ્ણાતોની ટીમ ઈનોવેશન માટે ગજબનો ઉત્સાહ ધરાવે છે, જે ગ્રાહકોને સંપૂર્ણ સંતોષ આપવા પ્રતિબદ્ધ છે. બાથરૂમ ફિટિંગ્સ ક્ષેત્રે ડિઝાઈન ટ્રેન્ડથી લઈને કસ્ટમર સર્વિસ આપવા એસ્કો પ્રતિબદ્ધ છે. Jaquar Groupની બ્રાન્ડ એસ્કોએ ઉત્પાદનથી લઈને કસ્ટમર સર્વિસ સુધીના દરેક સ્તરે પ્રતિબદ્ધતા દાખવીને ભારતીય બજારમાં ગુણવત્તાનો એક બેન્ચમાર્ક સ્થાપિત કર્યો છે.
ભારતીય બજારમાં એસ્કોની મજબૂત હાજરી એ વાતનો પુરાવો છે કે, ભારતના બદલાતા સમાજ માટે તેના ઉત્પાદનો ટકાઉ હોવાની સાથે ઈનોવેશનમાં સક્ષમ છે. આમ, એસ્કો નાનકડા બાથરૂમ માટે પણ મોટા સપનાં બતાવી રહ્યું છે. આ સાથે તે ખાતરી આપે છે કે, ગ્રાહકોની આકાંક્ષાઓ સાથે બાંધછોડ કર્યા વિના એક એક ઈંચનો કુશળતાથી ઉપયોગ કરી શકાય છે.
જો તમે એમ માનતા હોવ કે તમારા બાથરૂમનું કદ તમારા સપનાંને રોકી નહીં શકે, તો અહીં ક્લિક કરો અને નાનામાં નાની જગ્યા માટે ઉચ્ચ આકાંક્ષાઓની દુનિયામાં પ્રવેશ કરો. jaquar Groupની એસ્કો બ્રાન્ડ પેઢી દર પેઢી ગુણવત્તા આપતી રહી છે અને તે બાબત જ તેને ગ્રાહકો માટે સંપૂર્ણ યોગ્ય બનાવે છે.