Get The App

Fenugreek water: સવારે ખાલી પેટ મેથીનું પાણી પીવાથી આ બીમારીઓ થાય છે દૂર, જાણો ફાયદા

Updated: Feb 15th, 2024


Google NewsGoogle News
Fenugreek water: સવારે ખાલી પેટ મેથીનું પાણી પીવાથી આ બીમારીઓ થાય છે દૂર, જાણો ફાયદા 1 - image

Image:Freepik

નવી મુંબઇ,તા. 15 ફેબ્રુઆરી 2024, ગુરુવાર 

મેથી ભલે ગમે તે સ્વરૂપમાં લેવામાં આવે, તેમાં વિટામિન, મિનરલ્સ અને એન્ટીઑકિસડન્ટ જેવા પોષક તત્વો મળી આવે છે. જે બ્લડમાં સુગર લેવલને નિયંત્રિત કરે છે. મેથીમાં ફાઈબર અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો બ્લડ શુગર લેવલ ઘટાડવામાં મદદ કરે છે. મેથી દાણાથી બ્લડ સુગરને કંટ્રોલ કરી શકાય છે.  આટલું જ નહીં, ખાલી પેટ મેથીનું પાણી પીવાથી વજન અને સુગર બંને ઝડપથી ઘટવા લાગે છે. ખાલી પેટ મેથીનું પાણી શરીરને ઘણુ ફાયદાકારક છે. 

પાચન તંત્ર 

ઘરમાં વડીલો પણ કહેતા હોય છે કે, મેથીનું પાણી શરીરમાં રહેલી ઘણી સમસ્યાનું સમાધાન બને છે. જો તમને પાચન સંબંધિત સમસ્યાઓ હોય તો મેથીને આખી રાત પાણીમાં પલાળી રાખો અને સવારે પીવાથી પાચન સંબંધી અનેક સમસ્યાઓમાં રાહત મળશે. આ સિવાય આ પાણી પીવાથી ગેસ, અપચો અને કબજિયાતથી રાહત અપાવવામાં મદદ કરે છે. મેથીમાં હાજર ફાઈબર મળને નરમ બનાવે છે. પાણીમાં રહેલા પાચન ઉત્સેચકો ખોરાકને સરળતાથી પચાવવામાં મદદ કરે છે. મેથી મેથીમાં સોડિયમ, પોટેશિયમ, ફાઈબર, આયર્ન, કેલ્શિયમ, વિટામિન ડી અને વિટામિન સી જેવા ઘણા પોષક તત્વો હોય છે,

સ્કિન 

ઉમર વધતાની સાથે ફેસ પર ખીલ અને સ્કિન સંબંધીત સમસ્યાઓ આવવા લાગે છે, પરંતૂ તમે તમારા રસોડામાં રહેલી મેથીનો ઉપયોગ કરીને આ પ્રોબલમને પણ હલ કરી શકો છો. મેથીનું પાણી ત્વચાને પોષણ આપે છે. મેથીનું પાણી ત્વચાની એલર્જીને ઓછી કરે છે. તે સરળતાથી ખીલ, ડાઘ દૂર કરે છે અને ત્વચાને નરમ અને ચમકદાર બનાવે છે.

શરદી અને ઉધરસ 

મેથીના દાણામાં મ્યુસિલેજ નામનું તત્વ હોય છે. તેનાથી શરદી અને ઉધરસમાં રાહત મળે છે. આ માટે એક કપ પાણીમાં એક ચમચી મેથીના દાણા ઉકાળો અને જ્યારે પાણી અડધુ રહી જાય ત્યારે તેને ગાળીને પી લેવુ. તમને તેનાથી ફરક દેખાશે. 

વજન ઘટાડવા

આજના ભાગદોડ ભર્યા જીવનમાં ઘણા લોકોને વજન વધી જવાનો ડર હોય છે. પરંતૂ મેથીમાં ફાઈબર વધુ હોય છે જે ભૂખને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. જે વજન ઘટાડવામાં મદદ કરે છે. સાંધાના દુખાવાથી પણ મેથીના પાણીથી રાહત મળે છે.

પીરિયડ્સ

મેથીના પાણીથી માસિક ધર્મમાં થતી ઘણી સમસ્યાઓથી પણ રાહત મળે છે. મેથીનું પાણી સ્પર્મ કાઉન્ટ વધારે છે. મેથી ભૂખ વધારવામાં મદદ કરે છે.

શુગર કંટ્રોલ

મેથીનું પાણી પીવાથી ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં મદદ મળે છે. મેથી બ્લડ સુગરનું પ્રમાણ ઘટાડીને ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

મેથીનું પાણી કેવી રીતે બનાવવું

મેથીનું પાણી બનાવવા માટે સૌથી પહેલા 1 ચમચી મેથીના દાણાને 1 ગ્લાસ પાણીમાં આખી રાત પલાળી રાખો. આ પછી, સવારે ઉઠ્યા પછી, આ પાણીને ગાળીને ખાલી પેટે તેનું સેવન કરો. થોડા દિવસોમાં તમને ઘણી બધી સમસ્યાઓમાંથી રાહત મળી જશે. 


Google NewsGoogle News