Get The App

ગોળ સાથે હળદર ખાવાના 7 ફાયદા : લોહી થશે સાફ, પાચનતંત્ર સુધરશે

Updated: Nov 19th, 2024


Google NewsGoogle News
ગોળ સાથે હળદર ખાવાના 7 ફાયદા : લોહી થશે સાફ, પાચનતંત્ર સુધરશે 1 - image


Jaggery With Turmeric Benefits: આયુર્વેદમાં હળદર અને ગોળને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક ગણાવ્યા છે. આ બંને જ સામગ્રી આપણને કિચનમાં સરળતાથી મળી જાય છે અને તે બંને ઔષધીય ગુણોથી ભરપૂર છે. મોટા ભાગે ગોળને ખાંડનો હેલ્ધી વિકલ્પ માનવામાં આવે છે. બીજી તરફ હળદરમાં મુખ્ય તત્ત્વ કરક્યૂમિન (Curcumin) હોય છે, જે એન્ટીઑકિસડન્ટ અને એન્ટી-ઈમ્ફ્લેમેટરી ગૂણોથી ભરપૂર છે. ગોળમાં આયર્ન, પોટેશિયમ અને અન્ય મિનરલ્સ હોય છે. વડીલો પણ ગોળ અને હળદરને એકસાથે ખાવાના ફાયદાઓ વિશે જણાવતા હોય છે. તમે સાંભળ્યું જ હશે કે જ્યારે કોઈને આંતરિક ઈજા પહોંચે છે ત્યારે તેને ગોળ અને હળદર ખવડાવવામાં આવે છે. એવી જ રીતે આ બંનેનું મિશ્રણ અન્ય ઘણી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓને દૂર કરીને ખૂબ લાભ આપે છે. ચાલો જાણીએ તેમના મુખ્ય ફાયદાઓ વિશે...

ગોળ સાથે હળદર ખાવાના 7 ફાયદા :

1. રોગપ્રતિકારક શક્તિ સુધારે છે

હળદરમાં એન્ટીઑકિસડન્ટ અને એન્ટિબાયોટિક ગુણ હોય છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. જ્યારે હળદરને ગોળ સાથે મિક્સ કરી ખાવામાં આવે છે, તો તે શરીરને સંક્રમણથી બચાવવામાં મદદ કરે છે. શરદી અને ઉધરસ દરમિયાન અને શિયાળાની ઋતુમાં તેનું સેવન ફાયદાકારક સાબિત થાય છે.

2. પાચન તંત્રમાં સુધારો

ગોળ ખાવાથી પાચનતંત્રમાં સુધારો થાય છે. કારણ કે તે પાચન એન્ઝાઇમને ઉત્તેજિત કરે છે. હળદર પેટનો સોજો ઘટાડે છે અને ગેસ્ટ્રિક સમસ્યાઓમાં રાહત આપે છે. આમ, ગોળ અને હળદરનું સેવન પાચનતંત્ર માટે વિશેષ ફાયદાકારક છે.

3. લોહીને શુદ્ધ કરે છે

ગોળનું નિયમિત સેવન લોહી શુદ્ધ કરે છે અને શરીરમાંથી ઝેરી તત્ત્વો(ટોક્સિન્સ)ને દૂર કરવામાં મદદ કરે છે. હળદર લોહીને પાતળું કરવામાં મદદ કરે છે અને લોહીને ગંઠાઈ જતું અટકાવે છે. તેથી તેમનું મિશ્રણ બ્લડ પ્યૂરીફાયર તરીકે કામ કરે છે.

આ પણ વાંચો: સવારે ઊઠતાંવેંત પાણી સાથે ખાઈ લો આ બીજ, તરત સાફ થઈ જશે પેટ, નહીં રહે કબજિયાતની સમસ્યા

4. સોજા અને દુ:ખાવામાં રાહત

હળદરના સોજા-વિરોધી ગુણો તેને દુ:ખાડો મટાડવા માટે અસરકારક બનાવે છે. હળદર અને ગોળના સેવનથી શરીરમાં કોઈપણ પ્રકારના સોજા કે સાંધાના દુખાવામાં રાહત મળે છે. આર્થરાઇટીસના દર્દીઓ માટે પણ તે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

5. પીરિયડ્સની સમસ્યામાં રાહત

મહિલાઓમાં પીરિયડ્સ દરમિયાન થતો દુ:ખાવો અને અનિયમિતતામાં ગોળ અને હળદરનું સેવન મદદરૂપ થઈ શકે છે. ગોળ આયર્નનો સારો સ્ત્રોત છે, જેનાથી લોહીની ઉણપને પૂરી કરવામાં મદદ મળે છે. હળદર લોહીના પ્રવાહને સામાન્ય બનાવવામાં મદદરૂપ બને છે.

6. શરદી અને ઉધરસમાં આરામ આપે

ગોળ અને હળદરનું હૂંફાળું મિશ્રણ શરદી અને ઉધરસ દરમિયાન ગળામાં રાહત આપે છે. તે લાળને બહાર કાઢવામાં મદદરૂપ બને છે અને ગળાના દુ:ખાવાને પણ ઘટાડે છે.

7. ત્વચા માટે ફાયદાકારક

હળદરના એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો ત્વચાને ચમકદાર બનાવે છે અને તેને ચેપથી બચાવે છે. ગોળ પણ ત્વચાને પોષણ આપે છે અને ખીલની સમસ્યાને દૂર કરવામાં મદદરૂપ બને છે. આ બંનેનું મિશ્રણ ત્વચાના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

સેવન કરવાની રીત:

તમે ગોળ અને હળદરને પાણીમાં ભેળવીને પણ સેવન કરી શકો છો અથવા સીધું પણ ખાઈ શકો છો. તમે તેને દૂધમાં મિક્સ કરીને પણ પી શકો છો. તેનું નિયમિત સેવન કરવાથી તમે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓથી બચી શકો છો.

હળદર અને ગોળનું મિશ્રણ એક કુદરતી અને સરળ ઉપાય છે જે ઘણા સ્વાસ્થ્ય લાભો આપે છે. તેનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ તો વધે જ છે, પરંતુ તે પાચનતંત્ર, રક્ત શુદ્ધિકરણ અને ત્વચાનું સ્વાસ્થ્ય પણ સુધારે છે. 


Google NewsGoogle News