Get The App

નિયત સમયે ખોરાક ખાવાથી થાય છે ઘણા સ્વાસ્થ્ય લાભ , આ રીતે અપનાવો ખાવાની હેલ્થી આદતો

Updated: Dec 11th, 2023


Google NewsGoogle News
નિયત સમયે ખોરાક ખાવાથી થાય છે ઘણા સ્વાસ્થ્ય લાભ , આ રીતે અપનાવો ખાવાની હેલ્થી આદતો 1 - image

Image:FreePik 

નવી દિલ્હી,તા.11 ડિસેમ્બર 2023, સોમવાર     

વ્યસ્ત જીવનશૈલીના કારણે લોકો પોતાનું ધ્યાન પણ રાખી શકતા નથી, ત્યારે ખાસ કરીને જે લોકો નોકરીયાત છે તે પોતાની ચેન્જ થતી શિફ્ટને કારણે સમયસર જમી પણ શકતા નથી. ટાઇમ પર ના જમવાના કારણે શરીરને પુરતુ પોષણ પણ મળતુ નથી અને પેટની સમસ્યાઓ પણ થાય છે. તો ઘણા લોકોને સ્પીડમાં જમવાની અને પાણી પીવાની આદત હોય છે, તેથી તે લોકો જમવાનુ સરખી રીતે ચાવ્યા વગર જ ખાઇ જતા હોય છે. તમારે જમવાનો સમય સેટ કરવાની જરુર છે. 

આ અભ્યાસ પરથી સમજી શકાય છે કે, તમે શું ખાઓ છો તેની સાથે તમે ક્યારે ખાઓ છો તે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમારા સ્વાસ્થ્યનું રહસ્ય તમારી સારી ખાવાની ટેવ પર આધારિત છે. 

કઈ સ્વસ્થ આહારની આદતોથી તમે તમારું સ્વાસ્થ્ય સુધારી શકો છો.

ભોજનનો સમય સેટ કરો

નિયત સમયે ખોરાક ખાવાથી થાય છે ઘણા સ્વાસ્થ્ય લાભ , આ રીતે અપનાવો ખાવાની હેલ્થી આદતો 2 - image

તમે કયા સમયે ખાઓ છો તેની તમારા શરીર પર ઊંડી અસર પડે છે. મોડી રાત્રે ખાવું, સવારે નાસ્તો ન કરવો, આ બધી આદતો તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. તેથી, ખાવાનો સમય નક્કી કરો અને દરરોજ એક જ સમયે જમવાની ટેવ પાડો. સમયનું આયોજન કરતી વખતે ધ્યાનમાં રાખો કે સાંજે 7-7:30 વાગ્યાની વચ્ચે રાત્રિભોજન કરવાનો પ્રયાસ કરો. જે શરીર માટે સારુ છે. 

ધીમે ધીમે ખોરાક ચાવો

ઘણીવાર આપણે કામના કારણે ઝડપથી ખોરાક ખાઈ લઈએ છીએ અને તેના કારણે આપણે ખોરાકને બરાબર ચાવતા નથી. ખોરાક ચાવતી વખતે, આપણી લાળ ખોરાક સાથે ભળે છે, જે ખોરાકને પચાવવામાં મદદ કરે છે. જ્યારે આપણે ખોરાકને યોગ્ય રીતે ચાવતા નથી, ત્યારે લાળ આપણા ખોરાકમાં યોગ્ય રીતે ભળતી નથી અને તેના કારણે, પાચનમાં સમસ્યા થઈ શકે છે.

જ્યારે ભૂખ લાગે ત્યારે જ ખાઓ

ઘણી વખત આપણે કંટાળો અનુભવતા હોવાથી જ કંઈક ખાઈ લેતા હોઈએ છીએ. જેના કારણે વજન વધવાનું અને બીમાર પડવાનું જોખમ રહે છે. તેથી જમતા પહેલા એ સમજવાનો પ્રયાસ કરો કે તમે શા માટે ખાવા માંગો છો, તમને ભૂખ લાગી છે કે પછી તમે કંટાળી ગયા છો. ખરેખર તમને ભૂખ લાગી હોય ત્યારે જ તમે જમો. 



Google NewsGoogle News