Get The App

50 વર્ષની ઉંમર પછી પણ ચહેરો ચમકતો રાખવા માટે ખાઓ આ શાકભાજી, દેખાશો સ્વસ્થ અને સુંદર!

Updated: Mar 9th, 2025


Google News
Google News
50 વર્ષની ઉંમર પછી પણ ચહેરો ચમકતો રાખવા માટે ખાઓ આ શાકભાજી, દેખાશો સ્વસ્થ અને સુંદર! 1 - image


Sweet Potato : શક્કરિયા એક એવું શાક છે જે ખાવામાં સ્વાદિષ્ટ તો છે જ, પરંતુ સાથે સાથે તે પૌષ્ટિક પણ છે.  તેમાં વિટામિન એ, વિટામિન સી અને મેંગેનીઝ સારી માત્રામાં રહેલું હોય છે. તે સાથે સાથે તેમાં કેન્સર વિરોધી ગુણો પણ રહેલા છે.

પ્રજનન તંત્ર, હૃદય અને કિડની જેવા અંગો માટે પણ સ્વસ્થ રાખે છે

Webmd.comના કહેવા પ્રમાણે માત્ર એક શક્કરિયા તમને વિટામિન A ની દૈનિક જરૂરિયાતના લગભગ 102% વિટામિન પૂરા પાડી શકે છે. તમારી આંખોને સ્વસ્થ રાખવા ઉપરાંત તે તમારી રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત રાખે છે. આ તમારા પ્રજનન તંત્ર, હૃદય અને કિડની જેવા અંગો માટે પણ સ્વસ્થ રાખે છે. તેમાં વિટામિન બી, વિટામિન સી, કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, થાઇમિન અને ઝિંક હોય છે.

કોષોને રોજિંદા નુકસાનથી બચાવવાની શક્તિ રહેલી છે

કેરોટીનોઇડ્સ નામના કુદરતી સંયોજનો શક્કરિયાને તેમનો રંગ આપે છે. કેરોટીનોઇડ્સ એન્ટીઑકિસડન્ટ પણ છે, જેનો અર્થ એ છે કે તેમની પાસે તમારા કોષોને રોજિંદા નુકસાનથી બચાવવાની શક્તિ રહેલી છે. શક્કરિયામાં રહેલી નેચરલ સુગને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે. ઉકાળવામાં આવે ત્યારે તેનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ (GI) ઓછો રહે છે. એટલે કે, હાઈ GI ફૂડ્સની તુલનામાં તમારુ બ્લડ પ્રેશર ખોરાક જેટલી ઝડપથી વધારતું નથી. જોકે, ડાયાબિટિશના દર્દીઓએ ડૉક્ટરની સલાહ લીધા વિના તેને ન ખાવું જોઈએ.

વૃદ્ધત્વ અટકાવવા માટે શ્રેષ્ઠ ખોરાકમાંનો એક

શક્કરિયામાં વિટામિન A નું પ્રમાણ વધુ હોવાથી ત્વચા પરની ઝીણી રેખાઓ ઓછી થાય છે, તેથી તે સ્ત્રીઓ માટે વૃદ્ધત્વ અટકાવવા માટે શ્રેષ્ઠ ખોરાકમાંનો એક છે.  તેમાં વિટામિન એ અને સી રહેલા હોય છે, જે ત્વચાને કડક રાખવામાં મદદ કરે છે અને કોલેજન ઉત્પાદનને પણ વેગ આપે છે. આ સમાચારમાં ઉલ્લેખિત બાબતો સામાન્ય માહિતી પર આધારિત છે. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને તમારા ડૉક્ટરની સલાહ લો.


Tags :
Sweet-potatoFace-ShiningHealth

Google News
Google News