Get The App

સવારે ઊઠતાવેંત પાણી સાથે ખાઈ લો આ બીજ, તરત સાફ થઈ જશે પેટ, નહીં રહે કબજિયાતની સમસ્યા

Updated: Nov 19th, 2024


Google NewsGoogle News
સવારે ઊઠતાવેંત પાણી સાથે ખાઈ લો આ બીજ, તરત સાફ થઈ જશે પેટ, નહીં રહે કબજિયાતની સમસ્યા 1 - image


Constipation Home Remedy: હાલના સમયમાં લોકો પેટ સાફ ન થવાની સમસ્યાથી સૌથી વધુ પરેશાન છે. કબજિયાતની સમસ્યા એક સામાન્ય સમસ્યા છે, જેનો લગભગ દરેક વ્યક્તિ પોતાના જીવનના કોઈને કોઈ તબક્કે સામનો કરે છે. આપણે બધા જાણીએ છીએ કે, મોટાભાગની બીમારીઓ આપણા પેટમાંથી જ ઉત્પન્ન થાય છે. આ સમસ્યા મોટાભાગે આપણી લાઇફસ્ટાઇલ, ખાનપાન અને પાણીના અભાવને કારણે થાય છે. કબજિયાતથી રાહત મેળવવા માટે બજારમાં ઘણી દવાઓ ઉપલબ્ધ છે, પરંતુ ઘરેલું ઉપચાર વધુ સુરક્ષિત અને અસરકારક માનવામાં આવે છે. જો તમે પણ જાણવા માગો છો કે કબજિયાતથી કેવી રીતે છુટકારો મેળવવો, તો આજે અમે તમને કેટલાક એવા બીજ વિશે જણાવીશું, જેનું સવારે ખાલી પેટે પાણી સાથે સેવન કરવામાં આવે તો કબજિયાતની સમસ્યા જળમૂળથી દૂર થઈ શકે છે.

1. અળસીના બીજ (Flax Seeds)

ફાયદા:  અળસીના બીજમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે, જે પાચનતંત્રને સુધારવામાં અને મળને નરમ કરવામાં મદદ કરે છે. તે પેટને સાફ કરવામાં પણ મદદરૂપ બને છે અને કબજિયાતની સમસ્યાને દૂર કરે છે.

કેવી રીતે કરવું સેવન: સવારે ખાલી પેટે એક ગ્લાસ હળવા ગરમ પાણી સાથે એક ચમચી અળસીના બીજ ખાઓ.

આ પણ વાંચો: શિયાળામાં સવારે ઉઠીને જરૂર કરો આ કામ: હાર્ટ રહેશે હેલ્ધી, ઝડપથી ઘટશે વજન

2. મેથીના બીજ (Fenugreek Seeds)

ફાયદા: મેથીના બીજ આયર્ન, ફાઇબર અને મિનરલ્સથી ભરપૂર હોય છે, જે પાચનક્રિયાને સુધારવામાં મદદરૂપ થાય છે. તે કબજિયાતની સાથે-સાથે ગેસ અને પેટના દુ:ખાવાની સમસ્યાને પણ દૂર કરે છે.

કેવી રીતે કરવું સેવન: એક ચમચી મેથીના બીજને આખી રાત પાણીમાં પલાળવા અને સવારે ખાલી પેટે આ પાણી પીવું.

3. ચિયા સીડ્સ (Chia Seeds)

ફાયદા: ચિયા સીડ્સ ફાઇબર અને એન્ટીઓક્સીડન્ટથી ભરપૂર હોય છે. તે પાચનને ઉત્તેજિત કરે છે અને કબજિયાતની સમસ્યાથી રાહત આપે છે.

કેવી રીતે કરવું સેવન: ચિયા સીડ્સને આખી રાત પાણીમાં પલાળી રાખવા અને સવારે તેનું સેવન કરવાથી પેટ સાફ રહે છે અને શરીરને ઊર્જા પણ મળે છે. 

4. તલના બીજ  (Sesame Seeds)

ફાયદા: તલના બીજ શરીરને ગરમી આપે છે અને આંતરડામાં મોઇશ્ચરાઇઝરનું કામ કરે છે. તે મળને નરમ કરવામાં મદદ કરે છે.

કેવી રીતે કરવું સેવન: સવારે એક ચમચી તલના બીજ હળવા ગરમ પાણી સાથે ખાઈ જવા.

5. ઇસબગુલ (Psyllium Husk)

ફાયદા: ઇસબગુલ ફાઇબરથી ભરપૂર હોય છે અને મળને નરમ કરવામાં મદદ કરે છે. તે પેટ સાફ કરવામાં અને કબજિયાતને દૂર કરવા માટે ખૂબ જ અસરકારક છે. 

કેવી રીતે કરવું સેવન: રાત્રે સૂતાં પહેલા એક ચમચી ઇસબગુલને હળવા ગરમ પાણીમાં મિક્સ કરીને પી જવું.

ધ્યાન આપવા જેવી બાબતો:

- હંમેશા પર્યાપ્ત માત્રામાં પાણી પીવું જેથી બીજના ફાઇબર સંપૂર્ણપણે પોતાનું કામ કરી શકે.

- વધુ ફાઇબર વાળા ફૂડનું સેવન કરવાની સાથે-સાથે હળવો વ્યાયામ પણ કરવો.

- જો સમસ્યા ચાલુ જ રહે તો ડૉક્ટરની સલાહ લેવી. 

આ પ્રાકૃતિક બીજના સેવનથી કબજિયાતની સમસ્યા તો દૂર થાય છે, પરંતુ તે પાચનતંત્રને મજબૂત કરીને પેટને સ્વસ્થ રાખવામાં પણ મદદરૂપ થાય છે. તેથી દરરોજ સવારે તેનું સેવન કરવાનું ભૂલવું નહીં.


Google NewsGoogle News