પહેલા 12 નહીં 10 મહિનાનું વર્ષ હતુ, વર્ષના 310 દિવસ હતા! જાણો કયા 2 મહિના જોડવામાં આવ્યા

Updated: Feb 9th, 2024


Google NewsGoogle News
પહેલા 12 નહીં 10 મહિનાનું વર્ષ હતુ, વર્ષના 310 દિવસ હતા! જાણો કયા 2 મહિના જોડવામાં આવ્યા 1 - image


Image Source: Freepik

અમદાવાદ, તા. 09 ફેબ્રુઆરી 2024 શુક્રવાર

ફેબ્રુઆરી મહિનાની શરૂઆત થઈ ચૂકી છે પરંતુ શું તમે ક્યારેય વિચાર્યુ છે કે આ મહિનાનું નામ ફેબ્રુઆરી કેમ રાખવામાં આવ્યુ. તમારા મનમાં એ પ્રશ્ન પણ આવતો હશે કે ક્યારથી મહિનાઓની શરૂઆત થઈ અને તેનુ નામ કયા આધારે રાખવામાં આવે છે.

આજના સમયમાં કેલેન્ડર અને દર મહિનાનું પોતાનુ એક અલગ મહત્વ હોય છે. જોકે તમને જાણીને નવાઈ લાગશે કે પહેલા 12 મહિના નહીં પરંતુ માત્ર 10 મહિના જ હતા. તે કયા બે મહિના છે જેને કેલેન્ડરમાં બાદમાં જોડવામાં આવ્યા અને કેવી રીતે 12 મહિનાનું નામ પડ્યુ છે.

પહેલા વર્ષ કેવુ હતુ

ઘણી સદીઓ પહેલા વર્ષની શરૂઆત જાન્યુઆરીથી નહીં પરંતુ માર્ચથી થતી હતી. સરળ શબ્દોમાં કહીએ તો વર્ષનો પહેલો મહિનો ડિસેમ્બર હતો અને તે બાદ વર્તમાન ક્રમ ડિસેમ્બર સુધી ચાલતો હતો. આ દરમિયાન એપ્રિલ બીજો મહિનો, મે ત્રીજો મહિનો, જૂન ચોથો મહિનો હતો અને નવેમ્બર 9 મા સ્થાને, ઓક્ટોબર 8 મા નંબરે, સપ્ટેમ્બર 7 મા નંબરે આવતો હતો. માન્યતા છે કે પહેલા એક વર્ષમાં માત્ર 310 દિવસ જ હતા.

બાદમાં બે મહિના જોડવામાં આવ્યા

નવા કેલેન્ડરની શરૂઆત 15 ઓક્ટોબર 1582થી થઈ છે અને રોમના રાજા નૂમા પોંપિલસે રોમન કેલેન્ડરમાં પરિવર્તન કર્યા હતા. આ પરિવર્તન બાદ જ કેલેન્ડરમાં જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનો જોડવામાં આવ્યો. ફેબ્રુઆરીને કેલેન્ડરમાં સૌથી અંતમાં જોડવામાં આવ્યો હતો તેથી તેમાં 28 દિવસ જ હોય છે. આ પરિવર્તન બાદ પણ આજના સમયમાં ઘણા ધાર્મિક અને અલગ-અલગ સંપ્રદાયોના કેલેન્ડર માર્ચમાં જ શરૂ થાય છે.

શા માટે જાન્યુઆરી વર્ષનો પહેલો મહિનો બન્યો?

કેલેન્ડરમાં પરિવર્તન કર્યા બાદ નિર્ણય કરવામાં આવ્યો કે જાન્યુઆરીથી વર્ષની શરૂઆત માનવામાં આવશે. માર્ચ મહિનાનું નામ રોમન દેવતા માર્સના નામ પર રાખવામાં આવ્યુ હતુ. જે યુદ્ધના દેવતા માનવામાં આવતા હતા. જાન્યુઆરી નામ રોમન દેવતા જેનસના નામ પરથી પડ્યુ. માન્યતા હતી કે આ દેવતાના બે મુખ હતા. રોમન રાજા નૂમાએ વર્ષના પ્રારંભ માટે શરૂઆતના દેવતા જોનસની પસંદગી કરી અને આ રીતે જાન્યુઆરીને વર્ષના પહેલા મહિના તરીકે ગણવા લાગ્યા.

જાણો કેવી રીતે મહિનાઓના નામ પડ્યા?

જાન્યુઆરી

જાન્યુઆરીનું નામ એક રોમન ભગવાન જેનસના નામ પર રાખવામાં આવ્યુ. તેમને અંત અને શરૂઆતના દેવતા માનવામાં આવતા હતા અને તેમના જ નામ પરથી જાન્યુઆરી નામ પડ્યુ છે.

ફેબ્રુઆરી

શિયાળો પૂરો થવા અને માર્ચ પહેલા રોમનમાં એક ફેસ્ટિવલ મનાવવામાં આવે છે, જેનું નામ ફબ્રુઆ હતુ. આ ફેસ્ટિવલના નામ પરથી ફેબ્રુઆરી નામ પડ્યુ છે.

માર્ચ

પહેલા માર્ચ જ વર્ષનો પહેલો મહિનો હતો. માર્ચનું નામ રોમન દેવતા વાર-માર્સના નામથી આવ્યુ છે. આના આધારે માર્ચ મહિનાનું નામ રાખવામાં આવ્યુ છે.

એપ્રિલ

કહેવાય છે કે લેટિન ભાષામાં બીજા માટે પ્રયોગ કરવામાં આવતા શબ્દના આધારે એપ્રિલનું નામ રાખવામાં આવ્યુ. સાથે જ એ પણ કહેવામાં આવે છે કે આ મહિનાનું નામ Aperire શબ્દથી લેવામાં આવ્યુ છે, જેનો અર્થ ખીલવુ થાય છે.

મે

ગ્રીમ માઈથોલોજી અનુસાર પૃથ્વીની દેવીને મેયા નામથી ઓળખવામાં આવતા હતા. તેથી આ મહિનાનું નામ મે રાખવામાં આવ્યુ.

જૂન

જૂન મહિનાનું નામ પણ રોમન દેવતાના નામ પર પડ્યુ છે. કહેવાય છે કે જૂનનું નામ ભગવાન જૂનોના નામ પરથી પડ્યુ હતુ જે જૂપિટરની પત્ની કહેવામાં આવે છે.

જુલાઈ

રોમના રાજા જૂલિયસ સીઝરના નામ પર જુલાઈ મહિનાનું નામ રાખવામાં આવ્યુ છે. તે પહેલા આ મહિનાને ક્વિન્ટિલિસ કહેવાતો હતો.

ઓગસ્ટ

આ મહિનાનું નામ રોમન રાજા ઓગસ્ટસ સીઝરના નામ પર 8 ઈ.પૂ માં રાખવામાં આવ્યુ હતુ. આ મહિનો રોમન કેલેન્ડરનો છઠ્ઠો મહિનો હતો.

સપ્ટેમ્બર

સપ્ટેમ્બરને અંગ્રેજીમાં સેપ્ટેમ્બર કહેવાય છે અને તેનું નામ લેટિન ભાષાના શબ્દ સેપ્ટમ પર રાખવામાં આવ્યુ છે.

ઓક્ટોબર

લેટિન ભાષામાં આઠનું ઓક્ટા થાય છે. જૂના કેલેન્ડરના હિસાબે આ આઠમો મહિનો હતો અને આ ઓક્ટા પરથી ઓક્ટોબર નામ પડ્યુ.

નવેમ્બર

નવેમ્બર નામ પણ લેટિન શબ્દ નોવેમથી આવ્યુ છે, જેનો અર્થ 9 થાય છે.

ડિસેમ્બર

આ રોમન કેલેન્ડરનો દસમો અને અંતિમ મહિનો હતો, તેથી તેનું નામ ડિસેમ્બર રાખવામાં આવ્યુ હતુ. જોકે, લેટિન ભાષામાં ડેકા એટલે કે દસ થાય છે, તેથી તેનું નામ ડિસેમ્બર પડ્યુ.


Google NewsGoogle News