આવું ટુ-વ્હીલર ડ્રાઇવિંગ લાયસન્સ વગર ચલાવશો તો પણ નહીં થાય દંડ, જાણો શું છે નિયમ

Updated: Jul 27th, 2024


Google NewsGoogle News
આવું ટુ-વ્હીલર ડ્રાઇવિંગ લાયસન્સ વગર ચલાવશો તો પણ નહીં થાય દંડ, જાણો શું છે નિયમ 1 - image


Image:Freepik

દેશના રસ્તાઓ પર તમને ટુ-વ્હીલરથી લઇને અવનવી કાર દોડતી જોવા મળશે. ભારતમાં કાયદાના પ્રમાણે વાહન ચલાવવા માટે વ્યક્તિને લાયસન્સ (license)ની જરૂર હોય છે. દાખલા તરીકે, જરૂરિયાતોને આધારે હેવી મોટર વ્હીકલ (HMV) અથવા લાઇટ મોટર વ્હીકલ (LMV) ચલાવવા માટે લાયસન્સની જરૂર છે. 

કેટલાક ઇલેક્ટ્રિક વાહનો છે જેને ચલાવવા માટે ડ્રાઇવિંગ લાયસન્સની જરૂર નથી. સરકાર દેશમાં EV વાહનોને અપનાવવા માટે પ્રોત્સાહન આપી રહી છે. આ અંતર્ગત ઇલેક્ટ્રિક વાહનોને લઈને કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે. જો કે, એવું નથી કે, તમે લાઈસન્સ વગર કોઈપણ ઈવી ચલાવી શકો. ડ્રાઇવિંગ લાયસન્સ વિના ડ્રાઇવિંગ કરવા માટેની પણ કેટલીક શરતો છે. 

MORTH એટલે કે, મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે નિયમો અનુસાર, ઇલેક્ટ્રિક વાહનોની ટોપ સ્પીડ 25 કિમી પ્રતિ કલાક છે. તેમને રસ્તા પર વાહન ચલાવવા માટે કોઈપણ પ્રકારના ડ્રાઇવિંગ લાયસન્સ અથવા રજિસ્ટ્રેશનની જરૂર નથી.

આનો સીધો અર્થ થાય છે કે,જો તમે 25 કિમી પ્રતિ કલાકની મહત્તમ ટોપ સ્પીડ સાથે EV ખરીદો છો, તો તમારે ક્યારેય પણ વધુ ઝડપ માટે ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા ચલણ ચૂકવવું પડશે નહીં. આવી સ્થિતિમાં, જો ટ્રાફિક પોલીસ તમને પકડશે તો તેઓ તમને જે પ્રશ્નો પૂછશે એ પ્રશ્નોના જો તમે સાચા જવાબો આપો તો તમારું ચલણ કપાશે નહી. 

ભારતમાં, 50cc કરતાં ઓછી એન્જિન ક્ષમતા અને 50 kmph કરતાં વધુ ન હોય તેવા ટુ-વ્હીલર્સને ડ્રાઇવિંગ લાયસન્સની જરૂર નથી. આ વાહનો માટે આરસીની પણ જરૂર નથી અને આવી સ્થિતિમાં તમારે રજીસ્ટ્રેશન માટે આરટીઓના ચક્કર લગાવવાની પણ જરુર નથી.


Google NewsGoogle News