Get The App

બંધ રૂમ અને અંધારામાં વધુ સમય ન વિતાવો... મગજ પર થઈ શકે છે મોટી અસર, જાણો નુકસાન

Updated: Jan 24th, 2024


Google NewsGoogle News
બંધ રૂમ અને અંધારામાં વધુ સમય ન વિતાવો... મગજ પર થઈ શકે છે મોટી અસર, જાણો નુકસાન 1 - image


નવી દિલ્હી,તા. 24 ડિસેમ્બર 2024, બુધવાર 

આપણે આપણા શરીરનું ધ્યાન રાખવા માટે ઘણુ કરીએ છીએ, હાર્ટ, સ્કિન, બોડી વગેરે.. પરંતૂ આપણા શરીરના સૌથી મહત્વપૂર્ણ અંગ દિમાગ છે જે આપણા શરીરને કંટ્રોલ કરવાનું કામ કરે છે. પરંતૂ આપણે આપણા દિમાગનું જ ધ્યાન રાખી શકતા નથી. ઘણી વાર આપણૈ  અજાણતા પોતાની મેન્ટલ હેલ્થને નુકશાન પહોંચાડી દઇએ છીએ.

આવુ જ કંઇક છે અંધારામાં બેસી રહેવુ.હા ,નિષ્ણાતો એવું પણ માને છે કે જો કોઈ વ્યક્તિ લાંબા સમય સુધી અંધારામાં રહે તો તેની મગજ પર ખરાબ અસર પડે છે. 

બંધ રૂમ અને અંધારામાં સમય પસાર કરવો નુકસાનકારક 

નિષ્ણાતોના મતે, જો આપણે લાંબા સમય સુધી અંધારાવાળા રૂમમાં રહીએ છીએ, તો તે શરીરમાં સેરોટોનિનનું પ્રોડક્શન ઘટાડે છે. આ હોર્મોન તમારો મૂડ સુધારે છે અને બ્રેન ડેવલપ કરવામાં પણ મદદ કરે છે. આવી સ્થિતિમાં અંધકાર કે અંધારામાં રહેવાથી મગજમાં આ હોર્મોનનું પ્રોડક્શન ઓછું થઈ જાય છે. 

આ સિવાય અંધારામાં રહેવાથી મગજમાં મેલાટોનિનનું  પ્રોડક્શન પણ અસંતુલિત થઈ જાય છે, જે આપણા સ્લિપ પેટર્નને બેલેન્સ રાખે છે. 

નિષ્ણાતો માને છે કે, લાંબા સમય સુધી અંધારામાં રહેવાથી મગજની રચનામાં પણ ફેરફાર થાય છે, જેના કારણે યાદશક્તિ અને શીખવાની ક્ષમતા પર નકારાત્મક અસર પડે છે.

આ રીતે તમારા મગજનું ધ્યાન

  • તમારા મગજને સ્વસ્થ રાખવા માટે તમારા માટે વિટામિન ડી લેવું ખૂબ જ જરૂરી છે, આવી સ્થિતિમાં તમે સવારના તડકામાં બેસીને વિટામિન ડી લઈ શકો છો. 
  • તમારા ઘરની બારી-બારણા ખુલ્લા રાખો, જેથી ઘરમાં અંધકાર ન રહે અને પ્રકાશ આવતો રહે. 
  • પ્રકાશથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે અને ઘરનું વાતાવરણ પણ સ્વસ્થ રહે છે. 
  • આ સિવાય મગજને સ્વસ્થ રાખવા માટે તણાવથી દૂર રહો અને હેલ્ધી ડાયટ લો. 
  • વિટામિન ડી, સી અને આયર્નથી ભરપૂર ખોરાક જેમ કે મખાના, બદામ, અખરોટ, ગ્રીન ટીનું સેવન કરો. 

Google NewsGoogle News