Travelling Tips: હિલ સ્ટેશન પર ફરવા જતી વખતે આટલી વસ્તુઓ સાથે લઈ જવાનું ન ભૂલતા નહીંતર પડી શકે છે મુશ્કેલી
Image Source: Wikipedia
અમદાવાદ, તા. 22 સપ્ટેમ્બર 2023 શુક્રવાર
જો તમે ફરવા જવાના શોખીન છો તો તમે દેશની જ નહીં પરંતુ દુનિયાના ઘણા સ્થળોએ જતા હશો. કોઈ પોતાના મિત્રો સાથે, કોઈ પોતાના પાર્ટનર સાથે, કોઈ પોતાના પરિવાર સાથે તો ઘણા લોકો તો એકલા જ ફરવાનું પસંદ કરે છે પરંતુ તમે એક બાબત જોઈ હશે કે મોટાભાગના લોકોને પહાડો પર ફરવાનું પસંદ છે. લોકો ઉનાળાની રજાઓમાં કે ઘણી અન્ય રજાઓમાં પહાડો પર ફરવા જવાનો પ્લાન બનાવે છે પરંતુ શું તમે જાણો છો કે જ્યારે તમે પહાડો પર ફરવા જાવ તો તમારે કઈ વસ્તુઓ પોતાની સાથે લઈ જવી જોઈએ.
હિલ સ્ટેશન પર મુસાફરી દરમિયાન આ વસ્તુઓ સાથે લઈ જાવ
તમે જ્યારે પણ મુસાફરી પર જાવ તો પોતાની સાથે દવાઓ જરૂર લઈ જાવ. જેમ કે બેચેની, ઉલટી થવી, માથાનો દુખાવો અને તાવ વગેરેની દવા સાથે લઈને જાવ. આવુ એટલા માટે કેમ કે ઘણી વખત મુસાફરી દરમિયાન તમને આ મુશ્કેલી થઈ શકે છે. દરમિયાન દવા પાસે હોય તો મુશ્કેલી ના પડે.
ઘણી વખત લોકોને જુદા-જુદા સ્થળોનું ભોજન પચતુ નથી. દરમિયાન જો તમે ઈચ્છો તો પોતાની સાથે ઘરે બનાવેલો હળવો નાસ્તો લઈને જઈ શકો છો. આ સિવાય ઘણી વખત પહાડો પર વસ્તુઓ મોંઘી પણ મળે છે દરમિયાન તમે તમારી સાથે નમકીન, કોલ્ડ ડ્રિન્ક જેવી વસ્તુઓ લઈ જઈ શકો છો, જેનાથી તમારા પૈસા પણ બચી શકે છે.
જો તમે પહાડો પર રજાઓ ગાળવા જઈ રહ્યા છો તો તમારા માટે જરૂરી છે કે તમારે તમારી સાથે અમુક ગરમ કપડા લઈ જવા જોઈએ. જો તમારી સાથે નાના બાળકો છે, તો તેમના માટે ગરમ કપડા જરૂર લઈ લો નહીંતર પહાડ પર ઠંડીના કારણે તમને અને બાળકોને મુશ્કેલી પડી શકે છે.
પહાડી વિસ્તારોમાં ઘણી વખત લાઈટની પણ સમસ્યા થઈ જાય છે, જેનાથી તમને મોબાઈલ કે અન્ય ગેજેટ્સને ચાર્જ થવામાં મુશ્કેલી થઈ શકે છે. દરમિયાન તમે પોતાની સાથે પાવરબેંક લઈ જઈ શકો છો. આ સિવાય પોતાની સાથે ટોર્ચ વગેરે પણ લઈ જવાનું ન ભૂલો કેમ કે પહાડોમાં આ ખૂબ કામમાં આવી શકે છે.