શું તમારું મન ભણવામાં નથી લાગતું? તો આળસ દૂર કરવા અને એકાગ્રતા વધારવા માટેના આ 5 શ્રેષ્ઠ ઉપાય
Image Source: Freepik
અમદાવાદ, તા. 29 નવેમ્બર 2023 બુધવાર
અભ્યાસ દરમિયાન આળસ આવવી એક સામાન્ય સમસ્યા છે, જેનો સામનો લગભગ દરેક વિદ્યાર્થી કરે છે. આળસના કારણે એકાગ્રતામાં ઉણપ આવે છે, જેનાથી ભણવામાં મન લાગતુ નથી અને વાંચેલુ યાદ રહેતુ નથી. જોકે, અમુક સરળ ઉપાયોને અપનાવીને આળસને દૂર કરી શકાય છે અને એકાગ્રતાને વધારી શકાય છે.
પોતાને પ્રેરિત કરો
અભ્યાસ શરૂ કર્યા પહેલા પોતાને પ્રેરિત કરો. પોતાના લક્ષ્યોને યાદ કરો અને એ વાતને સમજો કે તમે જે વાંચી રહ્યા છો તે તમારા ભવિષ્ય માટે કેટલુ મહત્વનું છે.
વાંચવાની અસરકારક ટેકનિકનો ઉપયોગ કરો
ગોખવાના બદલે, સમજીને વાંચો. કોન્સેપ્ટને સમજવા માટે ફોટો, ચાર્ટ અને અન્ય મદદરૂપ સામગ્રીઓનો ઉપયોગ કરો.
નિયમિત બ્રેક લો
લાંબા સમય સુધી સતત વાંચવાથી થાક અને આળસ આવી જાય છે. તેથી દરેક 45-60 મિનિટ બાદ એક નાનો બ્રેક લો. બ્રેક દરમિયાન ચાલવુ, પાણી પીવો કે કંઈક પ્રવૃતિ કરો, જેનાથી તમારુ મન તરોતાજા થઈ જાય.
હેલ્ધી રહો
સ્વસ્થ રહેવા માટે પૌષ્ટિક ભોજન ખાવ, પૂરતી ઊંઘ લો અને નિયમિત રીતે કસરત કરો. સ્વસ્થ શરીર અને મન તમને ભણવામાં શ્રેષ્ઠ એકાગ્રતા જાળવવામાં મદદ કરશે.