શું ખરેખર રાત્રે વાળ ધોવાથી નુકસાન થાય છે? જાણો હકીકત
Image Source: Freepik
અમદાવાદ, તા. 01 ફેબ્રુઆરી 2024 ગુરૂવાર
રાત્રે વાળ ધોવાની ટેવને લઈને ઘણી વખત લોકોમાં ખોટી માન્યતાઓ હોય છે. અમુક લોકો માને છેકે રાત્રે વાળ ધોવા તેમના માટે હાનિકારક હોઈ શકે છે જ્યારે અન્યનું માનવુ છે કે તેનાથી કોઈ ફરક પડતો નથી. રાત્રે વાળ ધોવાની તમારી પણ ટેવ હોય તો એક્સપર્ટ અનુસાર આ આપણા વાળને નુકસાન પહોંચાડે છે અને ઘણી બીમારીઓને આમંત્રણ આપે છે.
ભીના વાળ અને ઓશિકું
જ્યારે આપણે વાળ ધોઈએ છીએ તો તે ભીના થઈ જાય છે. ભીના વાળ ખૂબ ભારે હોય છે. જો આપણે આવા ભીના વાળને તકિયા કે પથારી પર રાખીને સૂઈ જઈએ તો તેની પર ખૂબ જોર પડે છે. આ જોર વાળના મૂળને કમજોર કરી દે છે. મૂળ કમજોર થવાથી વાળ ઢીલા થઈ શકે છે અને તૂટી પણ શકે છે. તેથી રાત્રે જો આપણે વાળ ધોઈએ તો તે બાદ સારી રીતે સૂકવીને જ સૂવુ જોઈએ. ભીના વાળને તકિયા પર રાખવા જોઈએ નહીં. આ વાળને નુકસાન પહોંચાડી શકે છે.
વાળમાં ફંગલ ઈન્ફેક્શન
ભેજ અને ભીના વાળમાં ફંગલ ઈન્ફેક્શન થવાની શક્યતા વધી જાય છે. ખાસ કરીને જ્યારે તે લાંબા સમય સુધી ભેજમાં રહે છે. રાત્રે જ્યારે આપણે વાળ ધોઈએ છીએ તો તે ભીના થઈ જાય છે. જો આ ભીના વાળ લાંબા સમય સુધી સૂકાય નહીં અને ભેજમાં રહે છે તો તેની પર કીટાળુ અને ફંગસ સરળતાથી આવી શકે છે. આ કીટાળુ અને ફંગસ આપણા વાળને ઈન્ફેક્શનનો શિકાર બનાવી શકે છે. તેનાથી વાળના મૂળ કમજોર થઈ શકે છે. વાળ ખરવા લાગે છે અને માથામાં ખંજવાળ થઈ શકે છે.
સ્કિનની સમસ્યાઓ
રાત્રે ભીના વાળના સંપર્કમાં રહેવાથી ત્વચા પર ખીલ અને અન્ય સમસ્યાઓ થઈ શકે છે. તેથી રાત્રે વાળ ધોવાથી બચવુ જોઈએ. જો તમે રાત્રે વાળ ધોતા હોવ તો પહેલા વાળને સારી રીતે સૂકવી દેવા ખૂબ જરૂરી છે.
વાળની બનાવટ પર અસર
ભીના વાળની સાથે સૂવાથી વાળની પ્રાકૃતિક બનાવટ અને શાઈન પ્રભાવિત થઈ શકે છે. જ્યારે આપણે ભીના વાળની સાથે સૂઈ જઈએ છીએ તો વાળ ઘણા કલાકો સુધી ભેજમાં રહે છે. વારંવાર આવુ કરવાથી વાળ ખરાબ થવા લાગે છે.